January 5, 2025

ગુજરાત રાજ્ય પરિવહન નિગમ ઓનલાઇન ટિકિટ બુકિંગમાં ટોચ પર, 1 હજાર કરોડથી વધુ આવક

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય પરિવહન (ST) નિગમ દરરોજ 75,000થી વધુ ઓનલાઇન ટિકિટ બુકિંગ સાથે દેશમાં ટોચ પર છે. છેલ્લા બે વર્ષમાં ST કોર્પોરેશને ઓનલાઈન ટિકિટિંગ દ્વારા 1,036 કરોડથી વધુની આવક ઊભી કરી છે, જેમાં 4 કરોડથી વધુ ટિકિટ વેચાઈ છે.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પોસ્ટમાં એસટી નિગમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે એક્સ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ગુજરાત માટે ગૌરવની ક્ષણ! ગુજરાત રાજ્ય પરિવહન (ST) નિગમ દરરોજ 75,000 થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે દેશમાં ટોચ પર છે. છેલ્લા બે વર્ષમાં, ST કોર્પોરેશને ઓનલાઈન ટિકિટિંગ દ્વારા ₹1,036 કરોડથી વધુની આવક ઊભી કરી છે, જેમાં 4 કરોડથી વધુ ટિકિટ વેચાઈ છે. ડિજિટલ ટિકિટિંગમાં નવો બેન્ચમાર્ક સેટ કરવા બદલ ગુજરાત એસટીને અભિનંદન!’