January 16, 2025

આવતીકાલે યોજાશે GSHSEB ની ચૂંટણી, 9 માંથી 6 બેઠકો બિનહરીફ જાહેર

આશુતોષ ઉપાધ્યાય ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી આવતીકાલે યોજનાર છે ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શિક્ષણ બોર્ડની નવ બેઠકો પૈકી 6 બેઠકો બિનહરીફ થતા બે સીટો ઉપર મતદાન થશે જ્યારે વાળી મંડળની બેઠક ઉપર આગામી 6 મહિના બાદ મતદાન થનાર છે. આવતીકાલે સમગ્ર રાજ્યમાંથી 10,900 મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ચૂંટણી માટે આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ ની 9 સીટ પૈકી 6 બેઠકો બિન હરીફ થતા સંચાલક મંડળ અને સરકારી શાળા ના શિક્ષક પ્રતિનિધિ ની સીટ પર ચૂંટણી યોજવામાં આવશે. સંચાલક મંડળની બેઠક માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં છે પરંતુ તેમાં અસલી ટક્કર જેતપુરના પર્યાવરણ ખોરાક અને અમદાવાદના જેવી પટેલ વચ્ચે થશે વાત કરવામાં સરકારી માધ્યમિક શિક્ષક માટે ના પ્રતિનિધિતો ચેતનાબેન ભગોરા દિગ્વિજયસિંહ જાડેજા રાજેશભાઈ જોધાણી અને વિજયભાઈ ખટાણા વચ્ચે ટક્કર થશે. તમામ ઉમેદવારોએ જીતવા માટે તમામ મતદારો સુધી પહોંચવાનો અને રીઝવવાનો પ્રયાસ કર્યો છે.

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં સરકારી શાળાના શિક્ષક અને સંચાલક મંડળની બેઠકના મળી કુલ 1017 જેટલા મતદારો મતદાન કરશે. આ માટે અમદાવાદમાં 5 મતદાન કેન્દ્રો પર મતદાન થશે. અમદાવાદ શહેરમાં એક જ્યારે અમદાવાદ ગ્રામ્યના ચાર મતદાન મથકો પરથી સવારે 8 થી સાંજ ના 5 વાગે સુધી મતદાન થશે અમદાવાદ ગ્રામ્યની રજોડાની મોડેલ સ્કૂલ, સાણંદની મોડલ સ્કૂલ, સોલાની ઉમિયા કેમ્પસ અને ઓઢવની આર.ટી. ન્યુ એજ્યુકેશન કેમ્પસને મતદાન મથક બનાવવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તાર મોટો હોવાના પગલે મતદાન મથકોની સંખ્યા વધુ રાખવામાં આવી છે. અમદાવાદ શહેરમાં દિવાન બલ્લુભાઈ શાળા ખાતે મતદાન થશે. મતદાન કરવા આવનાર તમામ ને ઓળખપત્ર લાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. બુથ ની અંદર ઉમેદવાર અને તેમના એજન્ટ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં નહિ આવે.