December 19, 2024

દાદીમાએ બનાવી રોલેક્સ ઘડિયાળ, સોશિયલ મીડિયા પર વાયરલ

અમદાવાદ: આજના સમયમાં મોટા ભાગના લોકોના શોખ નવાબી હોય છે. મોટી મોટી કંપનીની વસ્તુઓનો શોખ રાખે છે. પરંતુ એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો ખૂબ વખાણી રહ્યા છે. ત્યારે તમને થતું હશે કે એવું તો શું છે આ ફોટામાં ખાસ કે લોકો કરી રહ્યા છે વાયરલ. આવો જાણીએ.

અનેક વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર દરરોજ અનેક નવા નવા વીડિયો વાયરલ થતા હોય છે. આ વીડિયોમાં કેટલીક એવી વસ્તુઓ સામે આવતી હોય છે કે જે આપણે વિચાર પણ ના કર્યો હોય. કયારેક આ વીડિયો અને ફોટો જોઈને ગુસ્સો આવી જાય છે તો કયારેક વધારે પડ્તો પ્રેમ આવી જાય છે. ત્યારે હાલ એક એવી વસ્તું વાયરલ થઈ રહી છે જે તમારી દાદીની તમને યાદ અપાવી દેશ. તમારી માં અથવા દાદી કા પછી તમારી નાનીએ પણ તમારા માટે આવું કયારેક તો કર્યું જ હશે.

દાદીમાએ બનાવ્યું આવી ઘડિયાળ
આજના સમયમાં પણ દાદા દાદી તેમના પૌત્રોને સૌથી વધુ પ્રેમ કરે છે. આ પ્રેમની સાબિતી સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે. જેમાં હાથમાં પહેરેલી ઘડિયાળનો ફોટો શેર કરવામાં આવ્યો છે અને તેમાં લખવામાં આવ્યું છે કે ‘મારી દાદીએ મને શ્રેષ્ઠ પૌત્ર હોવા બદલ રોલેક્સ ભેટમાં આપ્યું છે. તમને જણાવી દઈએ કે તેણે જે હાથમાં રોલેક્સ પહેરી છે તે ઊનની મદદથી બનાવવામાં આવી છે.

લોકો કરી રહ્યા છે શેર
આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર sarcasticschool_ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. લોકો પણ અલગ અલગ પ્રકારની તેમાં કોમેન્ટ કરી રહ્યા છે. જેમાં કોઈ લખી રહ્યું છે કે આ રોલેક્સને જોઈને રોલેક્સ માલિકો પણ આ મોડલને જોઈને ઈર્ષ્યા કરશે. કોઈએ લખ્યું કે તેની કિંમત 100 મિલિયન ડોલરથી વધુ છે. તેની કિંમત કરવી મુશ્કેલ છે. બીજા લોકોએ લખ્યું કે ઘણા લોકો ચાહે તો પણ આવો પ્રેમ મેળવી શકતા નથી.