December 22, 2024

વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય શરૂઆત

યોગીન દરજી, ખેડા: સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ એવા વડતાલ ખાતે આજથી દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય શરૂઆત થઈ છે. 9 દિવસ ચાલનારા આ મહોત્સવ માં આજે પ્રથમ દિવસે વડતાલ ખાતે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પોથી યાત્રા વલેટવા થી 10 કિમી ની યાત્રા કરી વડતાલ સુધી પહોંચી હતી.

આ યાત્રામાં એક લાખ જેટલા હરિભક્તો જોડાયા હતા. અલગ-અલગ રાજ્યો અને દેશમાંથી આવેલા આ હરિભક્તો ઉત્સાહપૂર્વક પોથીયાત્રામાં જોડાયા હતા. જેના કારણે 10 km નો પોથી યાત્રાનો માર્ગ શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયો હતો. આ પ્રસંગે મંદિરના સંતોએ ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાર કરી હતી.