January 21, 2025

GPSC દ્વારા વિવિધ વિભાગોમાં કરી ભરતીની જાહેરાત, જાણો ક્યારે કરી શકાશે અરજી

gujarat government job gpsc exams postponement announcement

ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ વિભાગોમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GPSC દ્વારા જુદા જુદા વિભાગોમાં ઈજનેરી શાખાઓ માટે ભરતીની જાહેરાત કરાઇ છે. જેમાં, ગુજરાત ઈજનેરી વર્ગ 1 અને વર્ગ 2 , ગાંધીનગર મનપામાં વિવિધ વિભાગોમાં ભરતી જાહેર કરાઇ છે.

તો, સાથે સાથે, કાર્યપાલક ઈજનેર વર્ગ 1, નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ 2 , સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ 3ની ભરતીની પણ જાહેરાત કરવામાં આવી છે.

વધુમાં, GPSC દ્વારા સ્ટેનોગ્રાફર વર્ગ 1ની વર્ગ 2ની ભરતીની પણ જાહેરાત કરવામાં આવી છે. GPSC દ્વારા જનવવાં આવ્યું છે કે આગામી 15 ઓકટોબરથી 30 ઓકટોબર દરમિયાન લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશે.