GPSCના ક્લાસ 3ની પરીક્ષાની આન્સર કીમાં ભુલ, પેપરસેટમાં ભુલથી ઉમેદવારોને થઈ શકે નુકસાન

ગાંધીનગર: GPSCના ક્લાસ 3ની પરીક્ષાની આન્સર કીમાં ભુલ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનું સ્થાપના વર્ષ 1960, જ્યારે પેપરસેટમાં 1961 ગણવામાં આવ્યું છે. સરકાર સુશાસન દિવસની ઉજવણી 25 ડિસેમ્બરે કરે છે, જ્યારે પેપરમાં સાચો જવાબ 15 ઓગસ્ટ ગણ્યો છે.
આ ઉપરાંત રાજગોપાલાચારનો જન્મ વર્ષ 1878 છે, જ્યારે જવાબમાં એક પણ ઓપશનમાં નથી અને પેપરસેટ પ્રમાણે જવાબ 1879 છે. જેથી પેપરસેટમાં ભુલ હોવાને કારણે ઉમેદવારોને નુકસાન થઈ શકે છે. GPSCએ વાંધી અરજી માટે 100રુ ફી નક્કી કરી છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પેપરસેટમાં વાંધા અરજીમાં ફી મામલે પણ રોષ વ્યક્ત કર્યો છે.