સરકારી કંપનીના શેરની ધમાચકડી, 7 મહિનામાં 500%નું રિટર્ન

IREDA Share Price: ગુરૂવારે શેર બજારમાં સરકારી કંપની ઈરેડાના શેરનો ભાવ 5 ટકા વધી ગયો હતો. જોકે માર્કેટ બંધ થવા પર સ્ટોકમાં નબળાઈ જોવા મળી હતી. જેના કારણે તે 0.47 ટકાના ઘટાડા સાથે બીએસઈમાં 193.30 રૂપિયાના સ્તરે બંધ થયો ગતો. તમને જણાવી દઈએ કે કંપનીના શેર આઈપીઓની કિંમત્તથી 540 ટકા સુધી વધી ગયા છે. એટલે કે રોકાણકારોને આ પીએસયૂ સ્ટોકે ધમાકેદાર રિટર્ન આપ્યું છે.
કંપનીના શેર ગત 7 મહિના દરમિયાન રોકાણકારોને ધમાકેદાર રિટર્ન આપ્યું છે. લિસ્ટિંગ બાદથી જ શેર સતત વધી રહ્યો છે. જેના કારણે રોકાણકારોને તગડું રિટર્ન મળ્યું છે.
એક્સપર્ટ્સ બુલિશ
સીએનબીસી ટીવી 18ની રિપોર્ટ અનુસાર, ટેક્નિકલ રાજેશ સાતપુતનું માનવું છે કે, સ્ટોક 200 રૂપિયાથી 215 રૂપિયા સુધી રહી શકે છે. આગામી 8 મહિનામાં તે 250 રૂપિયાના સ્તર સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે, જો આ શેરનો ભાવ 160 રૂપિયાથી ઉપર યથાવત રહે છે તો તેના પર દાવ લગાવવો સારૂ રહી શકે છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલની આગાહી, અમદાવાદમાં આજથી ગાજવીજ સાથે વરસાદનું થશે આગમન
કંપનીનો ક્વોર્ટર રિપોર્ટ ખુબ જ મજબૂત?
જાન્યુઆરીથી માર્ચ 2024 દરમિયાન ઈરેડાનો કુલ લાભ 337 કરોડ રૂપિયા રહ્યો હતો. જે ગત વર્ષના ત્રિમાસિક ગાળાની તુલનામાં 33 ટકા વધુ હતો. આ વર્ષના ક્વોર્ટરમાં ઈરેડાને 253.60 કરોડ રૂપિયાનો લાભ થયો ગતો. તમને જણાવી દઇએ કે, કંપનીને એપ્રિલમાં ‘નવરત્ન’નું સ્ટેટસ મળ્યું હતું. આથી 2030 સુધી ‘મહારત્ન’બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
નવેમ્બર 1023માં આવ્યો હતો આઇપીઓ
ઈરેડાનો આઇપીઓ ગત વર્ષે નવેમ્બરમાં આવ્યો હતો ત્યારે કંપનીના આઈપીઓનો પ્રાઈસ બેન્ડ 32 રૂપિયા હતો. પરંતુ માત્ર 3 મહિનાની અંદર જ આ પીએસયૂ કંપનીનો શેરનો ભાવ 214 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. આ વર્ષે કંપનીના શેરોનો ભાવ 90 ટકા સુધી વધી ગયો છે.
(આ રોકાણ કરવાની કોઈ સલાહ નથી. શેર માર્કેટ જોખમોને આધિન છે. કોઈપણ રોકારણકારે નિષ્ણાત સલાહકારની સલાહ લેવી)