January 16, 2025

દાળની વધતી કિંમતો પર સરકાર એક્શનમાં, માગ્યા તમામ રિપોર્ટ

અમદાવાદ: છેલ્લા કેટલાક અઠવાડિયાથી અલગ અલગ દાળની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. જેના પર હવે કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કર્યો છે. કેન્દ્ર તરફથી બધા જ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો છે કે ટ્રેડર્સ દ્વારા અલગ અલગ દાળોના ભંડાળ પાસેથી રિપોર્ટ મંગાવે. આ સાથે રિપોર્ટની સત્યતા પણ તપાસે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે જે દાળના સ્ટોકને લઈને ખુલાસા માગ્યા છે. તેમાં અડદની દાળ, ચણાની દાળ, મસૂરની દાળ, મગની દાળ અને તુવેરની દાળનો સમાવેશ થાય છે. આ તમામ દાળના સ્ટોક પર નજર રાખવામાં આવી રહી છે. મહત્વનું છેકે, પીળી મગની દાળની આયાત પર ગત વર્ષે મંજૂરી આપવામાં આવી હતી. જે 8 ડિસેમ્બરથી 30 જુન સુધીની હતી.

રાજ્યોને આપવામાં આવ્યા આદેશ
અધિકારીના જણાવ્યા અનુસાર, ગ્રાહક બાબતો વિભાગના સેક્રેટરી નિધિ ખરેએ દાળોની કિંમતમાં નિયંત્રણમાં લાવવા માટે અનેક નિર્ણયો લીધા છે. જે અંગે તેમણે રાજ્યોના અનાજ વિભાગના સચિવ અને ઉપભોક્તા મામલાના વિભાગના સચિવની સાથે મુલાકાત લીધી હતી. તેમણે બધા રાજ્યના સ્ટોકહોલ્ડિંગ એજન્ટો દ્વારા સ્ટોકને સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે. તેમણે દાળની આયાત કરતા લોકો સહિત ઈન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી.

આ પણ વાંચો: માઈકલ જેક્સનની બાયોપિક બનાવવા માગુ છું પણ…સંદીપ રેડ્ડીનો ખુલાસો

અડદની દાળના ભાવમાં તેજી
છેલ્લા કેટલાક અઠવાડિયાથી અલગ અલગ દાળના ભાવમાં વધારો થયેલો જોવા છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ અડદની દાળની કિંમતોમાં વધારો થયો છે. એક મહિનાની તુલનામાં દાળની કિંમતોમાં 100 રૂપિયા સુધી વધારો જોવા મળ્યો છે. બધી જ દાળોમાં અડદની દાળમાં સૌથી વધારે ભાવ વધ્યા છે. સરકારના આંકડાઓ અનુસાર, હાલ અડદની દાળની સરેરાશ કિંમત 160 રુપિયા કિલો છે. મગ અને મસુર દાળની કિંમતોમાં આવી તેજી જોવા મળે છે.

આ રીતે વધી દાળની કિંમત
અધિકારીઓના આંકડાઓ અનુસાર, જાન્યુઆરી મહિનામાં દાળની જથ્થાબંધ મોંઘવારી 16.6 ટકા પર હતી. જથ્થાબંધ મુલ્ય સૂચકાંક પર આધારિત મોંઘવારી આ બાદ ફેબ્રુઆરી મહિનામાં વધીને 18.48 ટકા પર પહોંચી.