January 27, 2025

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એટ હોમ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

દિપેશ માંજલપુરીયા, તાપી: ગુજરાત રાજ્યકક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપી જિલ્લા ખાતે થવાની છે. ત્યારે તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન થઈ ચૂક્યું છે. 76મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એટ હોમ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

વ્યારા સયાજી ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો વચ્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.