કોહલીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવો જોઈએ: સુરેશ રૈના

Suresh Raina on Virat Kohli: ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલીના યોગદાન બદલ તેમને ભારત રત્ન આપવાની માંગ કરી છે. કોહલીએ આ નિર્ણય લેતાની સાથે ક્રિકેટ ચાહકોનું દિલ તૂટી ગયું છે. ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા બીસીસીઆઈ સમક્ષ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ બીસીસીઆઈ એવું કહ્યું કે ફરી એકવાર વિચાર કરી જૂઓ. આખરે વિરાટ માન્યો નહીં અને તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.હવે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું છે કે ભારત સરકારે વિરાટ કોહલીને પ્રતિષ્ઠિત ભારત રત્ન એવોર્ડ આપવો જોઈએ.

આ પણ વાંચો: IPL 2025 માં બીજા રિપ્લેસમેન્ટની જાહેરાત, આ ખેલાડીની ​​KKR ટીમમાં એન્ટ્રી

કોહલીને ભારત રત્ન આપવો જોઈએ – સુરેશ રૈના
સુરેશ રૈનાએ એક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે કોહલીના ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન બદલ ભારત રત્નથી સન્માનિત કરવો જોઈએ. તેની સાથે સાથે રૈનાએ એ માંગ પણ કરી છે કે કોહલી માટે હોમ ગ્રાઉન્ડ પર નિવૃત્તિ મેચનું આયોજન કરવું જોઈએ. રૈનાએ કહ્યું કે મને લાગે છે કે કોહલીને દિલ્હીમાં નિવૃત્તિ મેચ આપવી જોઈએ, જેથી જ્યારે તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લે ત્યારે તેના પરિવારના સભ્યો અને કોચ પણ તેને ટેકો આપવા માટે ત્યાં હાજર રહે. વિરાટ નિવૃત્તિ મેચને પાત્ર છે. તમને જણાવી દઈએ કે ગઈકાલની મેચમાં મેચ દરમિયાન હાજર રહેલા તેના ચાહકોએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ જર્સી પહેરી હતી.