ગાંધીનગરમાં સરકારી અધિકારી જ વેચી મારી સરકારી જમીન, નોંધાઈ પોલીસ ફરિયાદ
મલ્હાર વોરા, ગાંધીનગર: ગુજરાતમાં જમીનની ખરીદી અને વેચાણમાં મોટાપાયે ચાલતા કૌભાંડના એકબાદ એક બનાવો સામે આવી રહ્યા છે. પાટનગર ગાંધીનગર જિલ્લામાં તો જાણે આવા કૌભાંડનો સીલસીલો ચાલુ થયો છે. ગાંધીનગરના પીરોજપુરમાં પણ જમીન વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. પીરોજપુરમાં તો સરકારી અધિકારીએ જ સરકારી જમીન વેચી માર્યાનું સામે આવ્યું છે. જોકે આ બાબતે સેક્ટર 7માં પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી છે.
સબરજીસ્ટ્રારે ગાંધીનગરના પિરોઝપુરની સરકારી જમીન વેચીમારી છે. સબ જીસ્ટ્રાર વિષ્ણુભાઈ દેસાઈએ સરકારી જમીન ખાનગી વ્યક્તિને વેચીમારી છે, ગત 16 એપ્રિલ 2024ના રોજ સરકારી જમીનનો દસ્તાવેજ થયો. રૂ. 59 લાખ 67 હજાર 770માં 2735 ચોરસ મીટર જગ્યા વેચી મારી છે. સર્વે નંબર 179 નંબરની સરકારી જમીન વેચી મારી છે. વિષ્ણુ દેસાઈ નામના સબ રજીસ્ટ્રારે ચકાસણી કર્યા વગર જમીન વેચી બારોબાર વેચી દીધી છે. જમીન સર્વે નંબર 179ની 50 ટકા જમીનનો વેચાણ દસ્તાવેજ થયો છે. સબ રજિસ્ટ્રાર વિષ્ણુ દેસાઈએ ચકાસણી કર્યા વગર જમીનનો દસ્તાવેજ કર્યો છે. મહેજી જાદવ અને બેબીબેન જાદવ સરકારી જમીન વેચાણ આપનાર છે, જ્યારે આ સરકારી જમીન. ગાંધીનગરના કિરણ પટેલ ખરીદનાર છે. સરકારી કે સંસ્થાની જમીનના દસ્તાવેજ પહેલા ચકાસણી કરવાની હોય છે. પરતું આ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
સરકારી જમીનના વેચાણના દસ્તાવેજમાં થતાં કૌભાંડ અંગે પીરોજપુરના સરપંચનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં જમીનના દસ્તાવેજ કરતા પહેલા પંચાયતમાં ખરાઈ થતી. જેમાં તલાટી મંત્રી ખેડૂતને તેની જમીનના વેચાણ અંગે પૂછતા. વર્ષોથી પંચાયતમાં થતી ખરાઈની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. ખરાઈ ના થતી હોવાના કારણે જમીનના વેચાણ દસ્તાવેજ બરોબર થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ થી બારોબાર જમીન વહેચી મારાવનું કૌભાંડ સામે આવી રહ્યું છે. તેવાં હવે ગાંધીનગરમાં વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે. સરકારી અધિકારીએ જ સરકારી જમીન વેચીમરવાનો કીસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગર સબ ઝોન 3 ની કચેરીમાં ફરજ બજાવતા બરજીસ્ટ્રારે ગાંધીનગરના પિરોઝપુરની સરકારી જમીન વેચી દેતા હડકપ મચી ગયો છે. જેથી
સબ રજીસ્ટ્રાર વિષ્ણુભાઈ દેસાઈ સામે ગાંધીનગરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરકાર સાથે છેતરપિંડી અને ગુનાઈત બેદરકારી સંદર્ભે સેક્ટર ૭ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ ગાંધીનગર પોલીસ સમગ્ર મમલ તપાસનો દોર શરૂ કર્યો છે.