November 25, 2024

Onion Export: સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો, શું ભાવ વધશે?

Onion Export: દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. જેને ધ્યાનમાં રાખીને આજે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. ડુંગળીની લઘુત્તમ નિકાસ કિંમત (MEP) પ્રતિ મેટ્રિક ટન $550 હશે. અગાઉ સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવવામાં આવી હતી. આવો જાણીએ ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ શા માટે હટાવવી દેવામાં આવ્યો?

નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડએ એક નોટિફિકેશન જાહેર કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવી દેવામાં આવ્યો છે. સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે બાદમાં લંબાવામાં આવ્યો હતો. મોરેશિયસ, બહેરીન, શ્રીલંકામાં 99,150 ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સમાં 1400 પોઈન્ટનું ગાબડું, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા…!

ડુંગળીનું ઉત્પાદન કેટલું થશે?
કેન્દ્રીય કૃષિ મંત્રાલયે માર્ચમાં આપેલી માહિતી અનુસાર ડુંગળીના ઉત્પાદનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 2023-24માં ડુંગળીનું ઉત્પાદન આશરે 254.73 લાખ ટન રહેવાની ધારણા છે. ગયા વર્ષે લગભગ 302.08 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થયું છે. આ વખતની સિઝનમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં ડુંગળીનું ઉત્પાદન ઓછું થશે, જેની અસર કુલ ઉત્પાદન પર જોવા મળશે.

પ્રતિબંધનો કર્યો વિરોધ
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. મોટી માત્રામાં ડુંગળીનો સ્ટોક હોવા છતાં સરકારે ડુંગળીની નિકાસને મંજૂરી આપી રહી નથી. આ તમામ વાતમાં ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવે છે. જેના કારણે ફૂગાવવાની સમસ્યા પણ થાય છે. માર્ચમાં ફુગાવાના આંકડા પર નજર કરીએ તો ડુંગળીના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો થયો હતો. જોકે ખેડૂતોમાં ગુસ્સો એ છે સરકાર ડુંગળીની નિકાસને મંજૂરી આપી રહી નથી તેનું કારણ એ છે કે સરકાર ડુંગળીની નિકાસને મંજૂરી આપી રહી નથી.