January 5, 2025

સરકારે શરૂ કરી PM E-Drive સબસીડી યોજના, 24.79 લાખની આર્થિક સહાય મળશે

E-Drive: સરકારે મંગળવારે ₹.10,900 કરોડના ખર્ચ સાથે પીએમ ઇ-ડ્રાઇવ યોજના શરૂ કરી. આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોને ઝડપથી અપનાવવા, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના અને ઈવી મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજના 1 ઓક્ટોબર, 2024 થી 31 માર્ચ, 2026 સુધી લાગુ રહેશે. આ સાથે, EMPS-2024 (ઈલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ)ને PM ઈ-ડ્રાઈવ સ્કીમમાં સામેલ કરવામાં આવશે.પીએમ ઈ-ડ્રાઈવ યોજના હેઠળ, બેટરી પાવરના આધારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે 5,000 રૂપિયા પ્રતિ કિલોવોટ કલાકની સબસિડી નક્કી કરવામાં આવી છે.

સમજો આ સુવિધા
આ યોજનાના બીજા વર્ષમાં પ્રતિ કિલોવોટ કલાક અડધા રૂપિયા 2,500 કરવામાં આવશે અને કુલ લાભ 5,000 રૂપિયાથી વધુ નહીં હોય. હાલમાં Ola, TVS, Ather Energy, Hero Vida (Hero MotoCorp) અને Chetak Bajaj જેવી કંપનીઓની બેટરી ક્ષમતા 2.88 થી ચાર કિલોવોટ કલાકની છે. તેમના વાહનોની કિંમત રૂ. 90,000 થી રૂ. 1.5 લાખની વચ્ચે છે.ભારે ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ હનીફ કુરેશીએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા માટે, એક મોબાઇલ એપ્લિકેશન રજૂ કરવામાં આવશે જેના દ્વારા યોજના હેઠળ સબસિડી મેળવવા માટે ઇ-વાઉચર જનરેટ કરી શકાય છે. તેમણે કહ્યું કે એક બેઝ માટે એક વાહનને મંજૂરી આપવામાં આવશે. વાહન વેચતાની સાથે જ ઈ-વાઉચર તૈયાર થઈ જશે. યોજના હેઠળ પરીક્ષણ સુવિધાઓ સુધારવા માટે રૂ. 780 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઈ-રિક્ષા સહિત થ્રી-વ્હીલર્સને પ્રથમ વર્ષમાં રૂ. 25,000નું પ્રોત્સાહન મળશે, જે બીજા વર્ષે અડધું ઘટીને રૂ. 12,500 કરવામાં આવશે.

આ પણ વાંચો: કાર નવી હોય કે જૂની આટલી કાળજી રાખશો તો ગેરેજમાં ખર્ચાતા પૈસા બચી જશે

મહાનગરમાં દોડશે ઈ વ્હિકલ્સ
માત્ર દિલ્હી જ નહીં પણ દેશના ઘણા નાના નગરમાં પણ ઈ વ્હિકલનો કોન્સેપ્ટ લોકો ધીમે ધીમે સ્વીકારી રહ્યા છે. હજું ચાર્જિંગ ઈન્ફ્રાં. તૈયાર ન હોવાને કારણે પણ લોકો ઈ વ્હિકલ લેવાનું ટાળે છે. બીજી તરફ નાના શહેરોમાં નાની મોટી રાઈડ માટે લોકો ઈ વ્હિકલનો ઉપયોગ કરતા થયા છે. ઈ વ્હિકલ ઘણા શહેરોમાં પબ્લિક ટ્રાંસપોર્ટ સુધી પણ પહોંચ્યું છે. જે ઘણી સારી વાત છે. ખાસ કરીને ટ્વિન સિટી તરીકે રહેલા નજીકના અંતરના શહેરોમાં આવા વાહનોથી સારૂ એવું કામ થઈ રહ્યું છે. હજું મોટા શહેરોમાં ઈ વ્હિકલ મોટાપાયે લોકો અપનાવે એવો સરકારનો હેતું છે