December 23, 2024

ગુજરાત સરકારની જાહેરાત, 7મી મેના દિવસે મતદાન હોવાથી પેઇડ હોલીડે

ફાઇલ ફોટો

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી 2024ને લઇને રાજકીય પક્ષો અને ચૂંટણીપંચ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમગ્ર ભારતમાં આગામી લોકસભા ચૂંટણી મતદાન કુલ સાત તબક્કામાં યોજાશે, જેમાં ગુજરાતની 26 લોકસભા સીટો અને 5 સીટ વિધાનસભા માટે પેટાચૂંટણી માટે મતદાન 7મેએ થશે, જેને પગલે ગુજરાત સરકારે 7મેના રોજ જાહેર રજા જાહેર કરી છે. લોકપ્રતિનિધિ અધિનિયમ, 1951ની 135(B)(1)ના આદેશથી સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. આ દિવસે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે મતદાન થશે.

ગુજરાતમાં ચૂંટણીપંચમાં 4.96 લાખથી વધુ મતદારો નોંધાયેલા છે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મતદાનના દિવસે પેઇડ હોલીડે મળશે જો તેઓ રાજ્યમાં મતદાર તરીકે નોંધાયેલા હશે. નોટિફિકેશન અનુસાર, પેઇડ હોલીડેનો લાભ લોકસભા મતવિસ્તામાં નોંધાયેલા મતદારોને મળશે, પછી ભલે તેઓ લોકસભા મતવિસ્તાની બહાર કામ કરતા હોય. નોંધનીય છે કે, ગુજરાતમાં પણ એ જ દિવસે પાંચ ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 7 મેના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે મતદાન કરશે.

રાજ્યમાં વધુમાં વધુ મતદાન થાય તે આશયથી સાતમી ના રોજ સત્તાવાર રીતે જાહેર રજા જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત ચૂંટણીપંચ આ ગામે દિવસોમાં પણ રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પણ કર્મચારીઓ મતદાન કરે તે માટે ફેક્ટરીઓમાં સમયની પણ ફેર બદલે અથવા તો રજા રાખવામાં આવે તે પ્રકારનો આગ્રહ કરવામાં આવશે.