January 7, 2025

મોદી સરકાર Youtubeને ટક્કર મારવા લાવશે નવી App

નવી દિલ્હી: મોદી સરકાર ઓનલાઈન પોર્ટલ પર ઘણું ધ્યાન આપી રહી છે. સરકાર સમયાંતરે ઘણી નવી વેબસાઈટ અને પોર્ટલ લોન્ચ કરી રહી છે. હાલ વધુ એક પોર્ટલની જાહેરાત માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. મંત્રાલય દ્વારા આ અઠવાડિયે ચાર ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવશે. જેને સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ પહેલીવાર નથી જ્યારે સરકાર દ્વારા આવું પગલું લેવામાં આવ્યું હોય. સાયબર ક્રાઈમને રોકવાથી લઈને માહિતી શેર કરવા સુધી ભારત સરકાર દ્વારા સતત નવા નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાને ધ્યાનમાં રાખીને હવે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા વધુ એક પગલું ભરવામાં આવી રહ્યું છે. જેનાથી સરકારની નીતિ વિશે લોકોને સ્પષ્ટતા પણ મળશે. જો જોવામાં આવે તો યુટ્યુબની જેમ આ પોર્ટલ પર પણ વીડિયો અપલોડ કરવામાં આવશે અને કોઈપણ યુઝર તેને જોઈ શકશે.

એક રીતે આ સરકારનું ઓનલાઈન ન્યુઝ પેપર હશે. આ ઉપરાંત તે એક પોર્ટલ હશે, જ્યાં સરકાર દ્વારા તમામ જાહેરાતો સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત તમામ માહિતી હવે એક જ જગ્યાએ ઉપલબ્ધ હશે. આ પોર્ટલના લોન્ચિંગને લઈને ઘણી માહિતીઓ સામે આવી છે. હવે માત્ર માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરના હસ્તે તેને લાઈવ કરી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

નેશનલ વીડિયો ગેટવે ઓફ ભારત પર તમને બધા પ્રકારની વીડિયો મળી રહેશે. નોંધનીય છેકે, આ પ્લેટફોર્મ પર સરકાર તરફથી ક્રિએટ થવા વાળા વીડિયોને અહીં લાઈવ કરવામાં આવશે. સરકારનું આ બહું મોટું પ્લેટફોર્મ છે. અત્યારે આ પ્લેટફોર્મ પર 2500 વીડિયો છે. જે તરફથી જાણકારી આપવા માટે ક્રિએટ કરવામાં આવ્યા છે. આ પ્લેટફોર્મ પર તમને બધી માહિતી મળી રહેશે.