પાટીદાર સમાજમાં ગામડામાં કોઈ છોકરી દેવા તૈયાર નથી: ગોરધન ઝડફિયા

Gordhan Zadafia Patidar Samaj: મહેસાણાના કડીમાં ચુવાળા 72 કડવા પાટીદાર સમાજનો સમુહલગ્ન સમારોહ યોજાયો હતો. આ સમયે ગોરધન ઝડફિયાએ સ્ટેજ પરથી પાટીદાર સમાજના આગેવાનોને લઈને ટકોર કરી હતી. કહ્યું કે ગામડામાં કોઈ છોકરી આપવા તૈયાર નથી. પાટીદાર સમાજના દિકરાઓએ વાડીનું કામ બંધ કરીને શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. આ નિવેદન બાદ બીજા પાટીદાર આગેવાનો નિવેદન આપી રહ્યા છે.
આ પણ વાંચો: BSNLના આ અનલિમિટેડ પ્લાન સામે બધું ફેલ, હવે સસ્તા ભાવે મોજે દરિયા
અલ્પેશ કથીરિયાએ કહી આ વાત
ગોરધન ઝડફિયાએ જાહેર મંચ પર જે પાટીદાર યુવકોને ટકોર કરી આ પછી તે વાતમાં અલ્પેશ કથીરિયાએ નિવેદન આપ્યું છે. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે અમારા જેટલા વર્ષ નથી તેટલો તેમનો અનુભવ છે. સમાજમાં એવા યુવાનો પણ છે કે જે જમીન વેચીને ઔડી લે છે અને પ્રવાહી પણ લે છે. આવા લોકો જેટલા પણ સમાજમાં છે તેનો બહિષ્કાર થવો જોઈએ. અલ્પેશ કથીરિયાએ નિવેદનમાં આગળ કહ્યું કે ગોરધન ઝડફિયાએ માતા અને દીકરીઓ માટે જે ટકોર કરી છે તેને ગંભીરતાથી લેવી જોઈએ. જો કોઈ આવો યુવક હોય તો તેને છોકરી પણ આપવી જોઈએ નહીં.ો