January 6, 2025

Gopal Snacksની ખરાબ શરૂઆત, ડિસ્કાઉન્ટ સાથે શેરનું લિસ્ટિંગ

Gopal Snacks: IPOને મળેવા સારા રિસ્પોન્સ બાદ આજે ગુરૂવારે ગોપાલ સ્નેક્સના શેરના લિસ્ટિંગમાં સારા પરિણામો જોવા નથી મળ્યા. ભારતીય બજારમાં નરમીની વચ્ચે ગોપાલ સ્નેક્સના શેરમાં 12 ટકાથી પણ વધારાના ડિસ્કાઉન્ટ સાથે શેરબજારમાં લિસ્ટ થયા છે. ગોપાલ સ્નેક્સના શેર NSE પર 351 રુપિયાના ભાવમાં લિસ્ટ થયા છે. આ IPOની અપર પ્રાઈસ બેંડ 401 રુપિયાની તુલનામાં 12.47 ટકાનો ઘટાડો છે. તો BSE પર ગોપાલ સ્નેક્સના શેર 350 રુપિયાના ભાવ પર ખુલ્યો છે. જે તેની ઈશ્યુ પ્રાઈઝની તુલનામાં 12.72 ટકા નીચે ગયું છે.

ગોપાલ સ્નેક્સનો IPO
નમકીન કંપની ગોપાલ સ્નેક્સનો IPO 6 માર્ચના ઓપન થયો છે. બોલી લગાવવા માટે 11 માર્ચ સુધી ઉપલબ્ધ છે. 1 રુપયે પ્રતિ શેરની ફેસ વેલ્યૂની તુલનામાં IPOમાં 381 રુપિયાથી 401 રુપિયા પ્રાઈસ બેંડ નક્કી કરવામાં આવ્યું હતું. આ IPOમાં એક લોટમાં 37 શેર છે. એટલે કે IPOમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછા 14,837 રુપિયા લગાવવા પડશે. લિસ્ટિંગની રકમ પર હિસાબ કરવામાં આવે ચો 360 રુપિયાના ભાવે એક સ્ટોલની કિંમત 12,950 રુપિયા થાય છે. તેનો અર્થ ગોપાલ સ્નેક્સના IPOમાં પૈસા લગાવનાર રોકાણકારોને એક સ્લોટ પર 1,887 રુપિયાનું નુકસાન થયું છે.

કંપનીનો ઈતિહાસ
કંપની ગોપાલ બ્રાંડના નામથી અનેક પ્રકારના પ્રોડક્ટ બનાવે અને વેંચે છે. કંપનીના પ્રમુખ ઉત્પાદનોમાં સોન પાપડી, પાપડ, મસાલા, નૂડલ સહિત અનેક પ્રકારના નાસ્તા છે. કંપની દેશના 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો સહિત 523 શહેરોમાં વેંચાણ કરે છે. તેના સંચાલક બિપિનભાઈ વિઠલભાઈ હાડવાની, દક્ષાબેન બિપિનભાઈ હાડવાની અને ગોપાલ એગ્રીપ્રોડક્ટ્સ છે. IPO પહેલા કંપનીના પ્રમોટર્સની ભાગીદારી 93.50 ટકા હતી.