January 18, 2025

Google એ આપી ચેતવણી, AIથી આ ભૂલ બિલકુલ ન કરતા

અમદાવાદ: ગૂગલે તાજેતરમાં તેના AI ચેટબોટને અપડેટ કર્યું છે અને તેને જેમિની નામ આપ્યું છે. જે લોકો હવે તે યુઝ કરતા થયા છે. જેના કારણે ગૂગલે એન્ડ્રોઈડ અને આઈફોન યુઝર્સને ચેતવણી આપી છે. જેમાં તેમણે કહ્યું કે AIનો ઉપયોગ કરતી વખતે તેમની સુરક્ષા અને ગોપનીયતાનું ધ્યાન રાખે. લોકોની કોઈ પણ અંગત માહિતી શેર ના કરવાનું કહ્યું છે. તમને ત્યારે સવાલ થતો હશે કે કેમ આવી ચેતવણી આપવામાં આવી? તો જાણો અમારા આ ખાસ અહેવાલમાં.

ચેતવણી આપવામાં આવી
Google તેના ગ્રાહકોને જેમ બને તેમ શ્રેષ્ઠ અનુભવ માટે મથે છે. તેના ગ્રાહકોને સંતોષ મળે તે માટે સતત પ્રયત્ન કરે છે. થોડા જ દિવસો પહેલા જ કંપનીએ તેના ગ્રાહકો માટે તેના AI ચેટબોટ જેમિનીને અપગ્રેડ કર્યું છે. જેમાં લોકોને ફાયદો થાય. પરંતુ Google સ્માર્ટફોન એપ્સમાં AIના ઉપયોગ અંગે ચેતવણી આપવામાં આવી છે. Google એ Android અને iPhone માટે AI સાથે સંકળાયેલ સંભવિત સુરક્ષા અને ગોપનીયતાના જોખમો અંગે ચેતવણી જાહેર કરી છે. ગ્રાહકોને જેમિની એપ્સ પર કોઈપણ વાતચીત દરમિયાન તેમની ગોપનીય માહિતી શેર કરવાની મનાઈ કરવામાં આવી છે.

ગોપનીય માહિતી
તમારી વાતચીતમાં ગોપનીય માહિતી અથવા કોઈપણ ડેટા દાખલ કરશો નહીં. એકવાર કોઈપણ વાર્તાલાપની સમીક્ષા કરવામાં આવે તો, તમે જેમિની એપ્સ એક્ટિવિટી ડિલીટ કર્યા પછી પણ તે ચોક્કસ સમયગાળા માટે ડિલીટ થતી નથી. જેના કારણે તમે તમારી અંગત માહિતી શેર ના કરો.વધુમાં ગૂગલે કહ્યું કે તમે જેમિની એપ્સ એક્ટિવિટી બંધ કરી દો તો પણ તમારી વાતચીત 72 કલાક સુધી એકાઉન્ટમાં સેવ રહેશે. જેના કારણે તમારી અંગત માહિતી શેર કરવી તે હિતાવહ ના કહી શકાય. આ ચેટબોટ્સ વૉઇસ વડે એક્ટિવેટ કરી શકાય છે, ભલે તમે ઇરાદો ન હોવ.

કૌભાંડનો પર્દાફાશ
વેલેન્ટાઈન ડે વીક ચાલી રહ્યું છે કે ત્યારે ડેટિંગ એપ હોય કે તમારા પાર્ટનર માટે ગિફ્ટની શોધ કરવાની હોય છેતરપિંડી કરવા માટે બદમાશોએ જાળ પાથરી દીધી છે. જેના કારણે તમે પણ એક ભૂલ કરીને તમે આ કૌભાંડની જાળમાં ફસાઈ શકો છો. મેકાફીએ આ પ્રકારના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં તેમણે માહિતી શેર કરતા કહ્યું કે MSI-ACIએ ઓનલાઈન ડેટિંગ ટ્રેન્ડ અંગે સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં 7 દેશોના 7000 પુખ્તોએ ભાગ લીધો હતો. આ સમયે પ્રકાશમાં આવ્યું છે કે AI જનરેટેડ ફેક પ્રોફાઇલ્સ, રોમાન્સ સ્કેમ્સ અને અન્ય AI ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યા છે.