December 26, 2024

1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે Google Play Store, લાખો એન્ડ્રોઇડ યુઝર્સને થશે અસર

Google Play Storeમાં ટૂંક સમયમાં એક મોટો ફેરફાર જોવા મળશે. 1 સપ્ટેમ્બરથી Google Play Store પરથી હજારો એપ્સ ગાયબ થઈ શકે છે, જેની અસર વિશ્વભરના લાખો એન્ડ્રોઈડ યુઝર્સને થવા જઈ રહી છે. ગૂગલે આ નિર્ણય નવા ગુણવત્તા નિયંત્રણને ધ્યાનમાં રાખીને લીધો છે. ટેક કંપનીનું કહેવું છે કે માલવેર ધરાવતી અને થર્ડ પાર્ટી એપ્સ માટે નવા નિયંત્રણો લાદવામાં આવશે, જેથી થર્ડ પાર્ટી સ્ટોર્સ પર એપીકે અપલોડ કરવામાં આવશે નહીં. માર્કેટિંગ અને યુઝર એક્સપિરિયન્સ સંદર્ભે ગૂગલ દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલ આ એક મોટું પગલું છે.

આ કારણોસર નિર્ણય લેવાયો છે
ખરેખરમાં ગૂગલે એક ક્રિપ્ટો એપને કારણે આ મોટો નિર્ણય લીધો છે, જેમાં એક મહિલાએ દાવો કર્યો હતો કે તેણે પ્લે સ્ટોર પરથી ક્રિપ્ટો એપ ડાઉનલોડ કરી છે, ત્યારબાદ સ્કેમર્સે તેની સાથે છેતરપિંડી કરી હતી. આ પછી ગૂગલે તેના પ્લે સ્ટોરના નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. હવે પ્લે સ્ટોરમાંથી કોઈપણ એપના એપીકેને કોઈપણ થર્ડ પાર્ટી એપ સ્ટોર પર અપલોડ કરવા પર પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચો: બેટિંગમાં જસપ્રિત બુમરાહનો ‘શાનદાર રેકોર્ડ’, દિગ્ગજ બેટ્સમેન પણ નથી કરી શક્યા આવું

આ પહેલા પણ પ્લે સ્ટોર પર પ્રશ્નો ઉદ્ભવ્યા છે
જોકે આ પહેલો કિસ્સો નથી જ્યારે પ્લે સ્ટોર પર ગૂગલને પૂછપરછ કરવામાં આવી હોય. આ પહેલા પણ મેટા સહિત અનેક ટેક કંપનીઓ અને સુરક્ષા એજન્સીઓએ એન્ડ્રોઈડની સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે. સમય સમય પર Google Play Store માંથી ઘણી ખતરનાક એપ્લિકેશનો દૂર કરવામાં આવી છે, જેમાં માલવેર મળી આવ્યા છે. હેકર્સે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ઘણી એપ્સ દ્વારા ડેટાનું માઇનિંગ કરીને અને યુઝર્સની અંગત માહિતીની ચોરી કરીને છેતરપિંડી કરી છે.

સ્વિટ્ઝર્લૅન્ડની EPFL એ પણ Google ની Android સિસ્ટમ સંબંધિત 31 જટિલ સુરક્ષા ચેતવણીઓ જારી કરી હતી. જોકે ગૂગલ હંમેશા દાવો કરે છે કે તેમની ટીમ સમયાંતરે પ્લે સ્ટોરમાંથી આવી એપ્સને દૂર કરતી રહે છે. હવે ગૂગલે એન્ડ્રોઈડ યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્લે સ્ટોરમાં આ મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ગૂગલના આ નિર્ણયથી યુઝર્સની અંગત માહિતી થર્ડ પાર્ટી સુધી નહીં પહોંચે.