November 9, 2024

આ દેશમાં Google Pay કામ નહીં કરે, કંપનીએ આપ્યું કારણ

Google Pay: આજના સમયમાં મોટા ભાગના લોકો ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા છે. ત્યારે ગૂગલ પે એપ 4 જૂનથી બંધ થઈ જવાની માહિતી મળી રહી છે. ગૂગલે તેના બ્લોગમાં માહિતી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે Google Pay એપ અમેરિકામાં બંધ થઈ જશે. આ સાથે વપરાશકર્તાઓને કહેવામાં આવ્યું છે કે તેમના બેંક ખાતામાં Google Pay બેલેન્સ ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવ્યું છે.

ગૂગલ પે સર્વિસ બંધ
Google Pay આજે ભારતની સાથે બીજા ઘણા દેશમાં ઓનલાઈન પે ની સુવિધા પૂરી પાડે છે. ગૂગલ હવે તેની પેમેન્ટ સર્વિસ એપ 4 જૂનથી બંધ કરવા જઈ રહ્યું છે. ગૂગલે તેને બંધ કરવાનું કારણ કહ્યું છે. ભારતમાં હાલ થોડા સમય પહેલા જ ગૂગલ વોલેટ લોન્ચ કરવામાં આવ્યું છે. ગૂગલ વોલેટને વિસ્તારવા માટે કંપની ઘણા દેશોમાં ગૂગલ પે સર્વિસ બંધ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો: All Eyes on Rafah: આ પોસ્ટ સોશિયલ મીડિયામાં કેમ વાયરલ થઈ રહી છે?

અલગ અલગ રીતે કામ
ગૂગલે કહ્યું કે અમેરિકામાં 4 જૂનથી ગૂગલ પે સર્વિસ બંધ થઈ જવાની જાહેરાત કરી છે. બીજા ઘણા દેશોમાં આ સેવા બંધ થઈ જશે. ગૂગલે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ગૂગલ પે ભારત અને સિંગાપોરમાં પહેલાની જેમ જ કામ કરતું રહેશે. ગૂગલે તેના બ્લોગમાં માહિતી આપતા જણાવ્યું કે અમેરિકામાં ગૂગલ પે સર્વિસ બંધ થવાને કારણે ભારતીય યુઝર્સને કોઈ અસર થશે નહીં. Google Pay અને Google Wallet બંને ભારતમાં અલગ અલગ રીતે કામ કરતું રહેશે.