December 21, 2024

ગૂગલે મહિલા દિવસ પર બનાવ્યું ખાસ ડૂડલ

અમદાવાદ: ગૂગલ હમેંશા ખાસ દિવસ પર તેમના વપરાશકર્તાને લઈને ખાસ ડૂડલ લઈને આવે છે. આજે ફરી એક વખત મહિલા દિવસના સન્માનમાં ગૂગલે ખાસ ડૂડલ બનાવ્યું છે. જેમાં જોઈ શકાય છે કે ગૂગલે સમાનતાનો સંદેશ આપ્યો છે.

આ વખતે ડૂડલ આ કર્યું
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ડૂડલને માહિતી આપી છે. ડૂડલ વિશે માહિતી આપતા ગૂગલે લખ્યું છે કે, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (IWD) કૂચ લિંગ અને વંશીય વેતન તફાવત, પ્રજનન અધિકારો અને મહિલાઓ વિરુદ્ધ હિંસા રોકવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગૂગલે લખ્યું કે આજે એ મહિલાઓની ઉજવણી કરીએ કે જેણે સમાજને બદલ્યો, સમાજને બદલવા માટે લડ્યા હતા. જેમણે સમાજમાં સકારાત્મક ઉદાહરણ સ્થાપિત કર્યું હતું.

ગૂગલે ડૂડલ થકી સન્માન
ગૂગલે ડૂડલ થકી મહિલા દિવસ નિમિતે સમાનતાનો સંદેશ આપ્યો છે. સુરક્ષિત રોજગાર, મત આપવાનો અધિકાર, સમાન વેતનનો અધિકાર સહિત મહિલાઓએ ઘણી વખત અવાજ ઉઠાવ્યો છે. જેમણે સમાજને બદલી નાખ્યો, સમાનતા માટે લડ્યા અને દરેક જગ્યાએ લોકો માટે સકારાત્મક ઉદાહરણ સ્થાપિત કર્યું હતું. આ તમામ મહિલાને ગૂગલે ડૂડલ થકી સન્માન આપ્યું છે.

શું છે ઇતિહાસ ?
આ દિવસ પાછળનો ઈતિહાસ લગભગ 108 વર્ષ જૂનો છે. વર્ષ 1909 માં, અમેરિકાની સમાજવાદી પાર્ટીએ આ દિવસની ઉજવણી કરી હતી જ્યારે ન્યૂયોર્કમાં આશરે 15,000 મહિલાઓ ઓછા વેતન, લાંબા કામના કલાકો અને મતદાનના અધિકારોના અભાવનો વિરોધ કરવા એકત્ર થઈ હતી.

તે મહિલાઓએ માંગ કરી હતી કે તેમને સારો પગાર આપવામાં આવે અને મતદાનનો સંપૂર્ણ અધિકાર પણ આપવામાં આવે. એક વર્ષ પછી, અમેરિકાની સમાજવાદી પાર્ટીએ આ દિવસને પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ જાહેર કર્યો. તે વર્ષ 1911 હતું જ્યારે રશિયાએ 8 માર્ચે મહિલા દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1913 માં, તેને સત્તાવાર રજા જાહેર કરવામાં આવી હતી.