December 20, 2024

ગૂગલ પર બેવડો ફટકો, ભારત પછી કેનેડામાં કાયદો તોડવાનો આરોપ

Google: ગૂગલને હવે બેવડો ફટકો મળ્યો છે. ભારત બાદ હવે અન્ય દેશમાં ગૂગલ પર કેસ કરવામાં આવ્યો છે. ટેક કંપની પર એન્ટિ-ટ્રસ્ટ નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભૂપેન્દ્ર પટેલની રાજ્યના ખેડૂતોને મોટી ભેટ, જમીન ખરીદવામાં નહીં થાય હવે મુશ્કેલી

એન્ટિ-ટ્રસ્ટ નિયમોનું ઉલ્લંઘન
કેનેડાના કોમ્પીટીશન બ્યુરોએ ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ સામે અયોગ્ય કારોબારનો આરોપ લગાવીને કેસ કરવામાં આવ્યો છે. ઉલ્લંઘનને કારણે ગૂગલ પર ભારે દંડની ભલામણ કરી છે. ગ્લોબલ એડ્સના ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ ડેન ટેલરે માહિતી આપતા જણાવ્યું કે અમારું એડવર્ટાઇઝિંગ ટેક્નોલોજી ટૂલ વેબસાઇટ્સ અને એપ્સને તેમની સામગ્રીને ભંડોળ પૂરું પાડવામાં હેલ્પ કરે છે. વર્ષ 2020માં કેનેડાના કોમ્પિટિશન બ્યુરોએ તપાસ કરી હતી. જેમાં ગૂગલે નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યું છે. વિન્ઝો ગેમ્સે ભારતમાં ગૂગલ વિરુદ્ધ CCIમાં ફરિયાદ નોંધાવી છે. કંપની પર કલમ ​​4(2)(a)(i), 4(2)(b) અને 4(2)(c)નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.