ગુગલે ભારતની ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતની ખાસ રીતે કરી ઉજવણી

ICC Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ઇતિહાસ રચી દીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ભારતે 12 વર્ષ પછી ફરી એકવાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. ભારતે ટ્રોફી જીતતાની સાથે ટીમ ઈન્ડિયાના ચાહકો ભલે જે પણ દેશમાં હોય પરંતુ ખૂબ ઉત્સાહથી ઉજવણી કરી હતી. આ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમે ગૂગલે પોતાની અનોખી શૈલીમાં ઉજવણી કરી છે.

આ પણ વાંચો: Champions Trophy 2025: પાકિસ્તાને એક પણ મેચ જીત્યા વિના મળશે ICC તરફથી આટલા કરોડ રૂપિયા

ખાસ પ્રસંગે ડૂડલ
ગૂગલ ખાસ પ્રસંગોની ઉજવણી ડૂડલ કરતું હોય છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી ગૂગલે સર્ચમાં નવું એનિમેશન ઉમેર્યું હતું. ગુગલ સર્ચમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી અથવા India Vs New Zealand ટાઇપ કરો છો તો સ્ક્રીન પર રંગબેરંગી ફટાકડા જોવા મળે છે. તેની સાથે સાથે ભારતનો એક એનિમેટેડ ધ્વજ પણ બહાર આવે છે, જેના પર ‘ભારત ચેમ્પિયન છે’ લખેલું હોય છે.