December 31, 2024

આંખોના નંબર ઉતરી જશે, બસ આ કરો

Eye Glasses: મોટા ભાગના લોકોને આજના સમયમાં આંખના નંબર આવી જતા હોય છે. પહેલાના સમયમાં મોટી ઉંમર હોય તે લોકોને નંબર આવવાની સમસ્યા થતી હતી. પરંતુ હવે આજના સમયમાં એવું રહ્યું નથી. નાની ઉંમરના બાળકોને પણ નંબરની સમસ્યા થતી હોય છે. જેના કારણે ચશ્મા પહેરવા પડે છે. પરંતુ આ ચશ્મા ક્યારેક કંટાળો લાવી દે છે. ત્યારે અમે તમારા માટે આયુર્વેદિક ઉપાયો લઈને આવ્યા છીએ. જે તમારી આંખના નંબર દૂર કરવા માટે વરદાન સાબિત થઈ શકે છે.

અસરકારક આયુર્વેદિક ઉપાયો
એક માહિતી પ્રમાણે સવારે ઉઠતાની સાથે જ તમારા મોંમાં પાણી ભરો અને તમારા ચહેરા પર પાણીનો છંટકાવ કરો. તમારી આંખમાં ઠંડા પાણીથી છંટકાવ કરો. દરરોજ તમારે એકથી બે મિનિટ માટે આ કરવાનું રહેશે.

આ પણ વાંચો:  આ ફળ અને શાકભાજીની છાલ તમારા ચહેરા પર લાવશે ગ્લો

પ્રાણાયામ કરો
પ્રાણાયામ તમારી આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે તમારા ચશ્માને ટાટા કહેવા માંગો છો તો તમારે રોજ પ્રાણાયામ કરવાનું રહેશે. તમારે રોજ સૂર્ય નમસ્કાર કરવાના રહેશે. જેનાથી તમારી આંખની રોશની વધી શકે છે.

તમારી જીવનશૈલીમાં સુધારો
તમારી આંખના સ્વાસ્થ્યને મજબૂત કરવા માટે, તમારે તમારી જીવનશૈલી સુધારવા પર ધ્યાન આપવું જોઈએ. ટાઈમસર સૂવું અને સમયસર જાગવું જોઈએ. ફોનનો ઉપયોગ જેમ બને તેમ ટાળવો જોઈએ. સ્ક્રીન ટાઈમ ઘટાડવો જોઈએ અને તણાવ ઓછો થાય તેવા પ્રયાસ કરવા જોઈએ.