December 24, 2024

Budget 2024: યુવાનો માટે ખુશખબર, ઇન્ટર્નશિપ કરનારાઓને આપવામાં આવશે ભથ્થું

Budget 2024: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે 23 જુલાઈ, મંગળવારે સાતમી વખત બજેટ રજૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. નાણામંત્રીએ આ બજેટમાં મોટી જાહેરાતો કરી છે. જેમા તેમણે જણાવ્યું કે ટોપ-500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તક આપશે. આ ઇન્ટર્નશિપ 12 મહિના માટે હશે, 5000 રૂપિયા ભથ્થું આપવામાં આવશે.ઇન્ટર્ન્સને છ હજાર રૂપિયા એકમ મદદ તરીકે સરકાર આવશે.

નાણામંત્રી નિર્માણ સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે સરકાર આગામી પાંચ વર્ષમાં ટોપ-500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઈન્ટર્નશિપની તક આપશે. આ ઇન્ટર્નશિપ 12 મહિના માટે હશે. આમાં યુવાનોને વ્યવસાયના વાસ્તવિક વાતાવરણને જાણવાની અને વિવિધ વ્યવસાયોના પડકારોનો સામનો કરવાની તક મળશે. આ અંતર્ગત યુવાનોને દર મહિને 5000 રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: Budget 2024: મુદ્રા લોનની રકમ 10 લાખ રૂપિયાથી વધીને 20 લાખ રૂપિયા

આટલું જ નહીં, તેમને છ હજાર રૂપિયા એકમ મદદ તરીકે આપવામાં આવશે. કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને 10 ટકા ઇન્ટર્નશિપ ખર્ચ ઉઠાવવો પડશે.