November 24, 2024

IPOમાં રોકાણનું વિચારતા લોકો માટે ખુશખબર

નવી દિલ્હી: વર્ષ 2024માં IPO માર્કેટ સારી રીતે ચાલી રહ્યો છે. આ વર્ષ શરૂ થયો તેને હજું 2 મહિના જેટલો જ સમય થયો છે. તેમાં પણ અનેક જાણિતી કંપનીઓએ પોતાની IPO માર્કેટમાં લાવી દીધા છે. ત્યારે હજુ પણ ઘણા IPO આવવાના બાકી છે. 26 ફેબ્રુઆરીથી ફરી નવો માર્કેટ સપ્તાહ શરૂ થશે. આ અઠવાડિયામાં 4 નવા IPO માર્કેટમાં આવવાની તૈયારીમાં છે. આથી તમારા બેંક અકાઉન્ટના પૈસા ચેક કરી લેજો. મહત્વનું છેકે, આવનારા 4 IPO મેનબોર્ડ આઈપીઓ છે. એટલે કે તેની લિસ્ટિંગ NSE અને BSEમાં થશે.

આજે અમે તમને આવનારા ચાર IPO વિશે વિસ્તૃત માહિતી આપીશું. એ સાથે IPOને લઈને માર્કેટમાં કેવા અનુમાનો ચાલી રહ્યા છે. તે વિશે પણ માહિતી આપીશું. મહત્વનું છેકે, કોઈ પણ IPOમાં રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર પાસેથી સલાહ લેવી.

મુક્કા પ્રોટીન IPO
દેશની સૌથી મોટી ફિશ મીલ કંપની મુક્કા પ્રોટીનનો IPO 26 ફેબ્રુઆરીના ઓપન થશે. ઈશ્યુ શેર માટે 28 ફેબ્રુઆરી સુધી બોલી લગાવી શકાય છે. આ IPOની સાઈઝ 225 કરોડ રૂપિયા છે. IPOની પ્રાઈસ બ્રેંડ 25-30 રુપિયા પ્રતિ શેર છે. આઈપીઓમાં 35 ટકા શેર છૂટક રોકાણકારો, 50 ક્યૂઆઈબી અને 15 ટકા એનઆઈઆઈ માટે આરક્ષિત છે. 1 સ્લોટમાં 525 શેર છે. એટલે કે તમારે ઓછામાં ઓછા 14,700 રુપિયાનું રોકાણ કરવુ પડશે. ગ્રે માર્કેટમાં મુક્કા પ્રોટીન IPOના અનલિસ્ટેડ શેર 12 રુપિયા પ્રીમિટમ પર ટ્રેડ કરી રહ્યા છે.

પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ IPO
પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝનો IPO 27 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી પૈસા લગાવી શકાય છે. કંપની સ્ટેબલાઈજર્સના નિર્માણના વ્યવસાયમાં છે. તેનું ઈશ્યુ પ્રાઈસ બેંડ 162-171 રુપિયા પ્રતિ શેર છે. IPOની કુલ સાઈઝ 216 કરોડ રૂપિયા છે. રિટેલ રોકાણકારો માટે આઈપીઓમાં 35 ટકા, ક્વાલિફાયડ ઈંસ્ટિ્ટયૂળનલ બાયર માટે 15 ટકા અને NII માટે 15 ટકા આરક્ષિત રાખવામાં આવ્યા છે. ગ્રે માર્કેટમાં પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ આઈપીઓના શેર 30 રુપિયા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યું છે.

એક્સિકોમ ટેલી- સિસ્ટમ્સ IPO
ઈલેક્ટ્રોનિક વ્હીકલ્સના ચાર્જર બનાવવા વાળી કંપની એક્સિકોમ ટેલી સિસ્ટમ્સનો IPO 27 ફેબ્રુઆરી 2024 સુધી ખુલી જશે. IPOની પ્રાઈસ બેંક 134-142 રૂપિયા પ્રતિ શેર છે. 320 કરોડ રુપિયાના આ IPOમાં 329 કરોડ રૂપિયા ફ્રેશ શેરમાં લોન્ચ કરશે. આ ઓફર અંતર્ગત 70,42,200 ઈક્વિટી શેર વેંચવામાં આવશે. IPOના 1 સ્લોટમાં 100 શેર છે. આ રીતે અપર પ્રાઈસ બેંડના હિસાબે તમને ઓછામાં ઓછા 14,200 રુપિયાનું રોકાણ કરવુ પડશે. એક્સિકોમ ટેલી સિસ્ટમ્સ IPOમાં અનલિસ્ટેડ શેરની ગ્રે માર્કેટમાં 95 રુપિયા પ્રતિ પર ટ્રેડ કરી રહ્યું છે.

ભારત હાઈવેઝ ઈનવિટ IPO
ભારત હાઈવેઝ ઈનવિટનો IPO 28 ફેબ્રુઆરી 2024થી 1 માર્ચ 2024 સુધીમાં ખુલશે. ભારત હાઈવેઝ ઈનવિટ એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રેસ્ટ છે. ભારતી બાઈવેઝ ઈનવિટ આઈપીઓની કિંમત બેંક 98-100 રુપિયા પ્રતિ શેર છે. IPOની સાઈઝ 2500 કરોડ રૂપિયા છે. 1 સ્લોટમાં 150 શેર છે.