IPL 2025 પહેલા RCB અને પંજાબ કિંગ્સ માટે આવ્યા સારા સમાચાર
Caribbean Premier League 2024: આઈપીએલ 2025 સિઝન હજુ વાર છે આ પહેલા તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. BCCI દ્વારા જ્યારથી રિટેન્શનના નિયમો જાહેર કર્યા છે ત્યારથી સતત ચર્ચા થઈ રહી છે. તમામ ટીમ 10 ટીમોને 31 ઓક્ટોબર સુધીમાં BCCIને રિટેન્શન લિસ્ટ સબમિટ કરવાની રહેશે. ફ્રેન્ચાઇઝીઓ વિશ્વભરમાં રમાતી તમામ મેચ પર ધ્યાન રાખી રહી છે. કંયો ખેલાડી કેવું પ્રદર્શન કરી રહ્યો છે તેના પર ધ્યાન રાખી રહી છે.
સેન્ટ લુસિયા કિંગ્સે CPL ટાઇટલ જીત્યું
કેરેબિયન પ્રીમિયર લીગની ફાઈનલ સેન્ટ લુસિયા કિંગ્સ અને ગયાના એમેઝોન વોરિયર્સ વચ્ચે રમાણી હતી. જેમાં સેન્ટ લુસિયા કિંગ્સની ટીમની જીત થઈ હતી. હવે ચર્ચાએ થઈ રહી છે કે IPLની ટીમો આનાથી કેમ ખુશ થશે? સેન્ટ લુસિયા કિંગ્સ ટીમમાં પંજાબ કિંગ્સનો પણ હિસ્સો છે. પંજાબની ટીમની સહ-માલિક ફિલ્મ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા છે. પરંતુ ટીમ અત્યાર સુધીમાં એક પણ વખત મેચ જીતવામાં સફળ રહી ના હતી. હા એ વાત ચોક્કસ છે કે આ વખતે સીપીએલની ચેમ્પિયન બનવામાં સફળ થઈ છે.
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત
શું RCB ફાફ ડુ પ્લેસિસને જાળવી રાખશે?
ફાફ ડુપ્લેસીસની ઉંમર 40 વર્ષની છે. વિરાટ કોહલી પછી તે ફાફ ડુ પ્લેસિસ RCBની કમાન સંભાળી રહ્યો છે. તે હજુ સુધી ટાઈટલ જીતવામાં સફળ રહ્યો નથી. આ વખતે હરાજી ત્રણ વર્ષ માટે થશે. ત્યારે હવે સવાલ એ છે કે શું ફાફ ડુ પ્લેસિસ આગામી ત્રણ વર્ષ સુધી રમવાનું ચાલુ રાખશે? હવે જોવાનું એ રહેશે કે 31 ઓક્ટોબર સુધીમાં RCB ટીમ આ સમગ્ર મામલે શું નિર્ણય લે છે.