Barbadosથી ભારતીય ટીમ આવશે હવે જલ્દી ઘરે, એરપોર્ટની કામગીરી શરૂ

T20 World Cup 2024: રોહિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમ તોફાનને કારણે બાર્બાડોસથી રવાના થઈ શકી નથી. જેના કારણે ટીમ અત્યાર સુધી ત્યાં જ હતી. હવે ટીમ ભારતને લઈને સારા સમાચાર સામે આવ્યા છે.
ચાર્ટર પ્લેનની વ્યવસ્થા
હવે ટીમ ઈન્ડિયાની વાપસીને લઈને સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતી તો લીધી છે. પરંતુ હજુ સુધી ટીમ પરત ફરી નથી. તમામ ચાહકો ટીમના ઘરે પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. વાતાવરણ ખરાબ હોવાના કારણે ત્યાનું એરપોર્ટથી બધું બંધ થઈ ગયું હતું. જેના કારણે ટીમ ઈન્ડિયા ત્યાંથી નિકળી શકી ના હતી. BCCI સેક્રેટરી જય શાહ ટીમની વાપસી માટે ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરી રહ્યા છે.
આ પણ વાંચો: Harmanpreet Kaurએ હાંસલ કર્યું વિશેષ સ્થાન, આવું કરનારી પ્રથમ કેપ્ટન બની
કામગીરી શરૂ થઈ
બાર્બાડોસના પીએમ મિયા મોટલીએ આ વિશે નિવેદન આપ્યું હતું. એરપોર્ટ આગામી 6 થી 12 કલાકમાં ફરીથી કામગીરી શરૂ કરી દેવામાં આવી શકે છે. વાતાવરણ ખરાબ હોવાને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું છે. ટીમના ખેલાડીઓ અને તેમના પરિવારના સભ્યો અને સપોર્ટ સ્ટાફના સભ્યો ત્યાં ફસાયેલા છે. આવતીકાલે સાંજે 7 વાગ્યા સુધીમાં ટીમ અને ટીમના પરિવારના સભ્યો ઈન્ડિયા પહોંચી શકે છે.