ગોંડલમાં બાલાશ્રમની 5 દીકરીઓનો શાહી લગ્નોત્સવ, રાજમાર્ગોની સજાવટ સાથે વરઘોડો કાઢ્યો

રાજકોટઃ ગોંડલમાં મહારાજા ભગવતસિંહજી બાલાશ્રમની 5 દિકરીઓના શાહી લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શહેરભરના રાજમાર્ગોની સજાવટ સાથે જ વરરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. શહેરના ટાઉન હોલ ખાતેથી વરરાજાનો વરઘોડો કાઢવાાં આવ્યો હતો. ડીજેના તાલે 5 વરરાજાઓનો જુદીજુદી કારમાં નીકળ્યો વરઘોડો નીકળ્યો હતો.

વરઘોડામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અશોક પીપળીયા, જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, પાલિકા પ્રમુખ સહિત આગેવાનો, વેપારીઓ સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. બાલાશ્રમની દીકરીઓના લગ્નોત્સવને લઈને શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. પૂર્વ સાંસદ રમેશ ધડુક અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સહકારથી બાલાશ્રમની 5 દીકરીઓનો શાહી લગ્નોત્સવ યોજાયો છે.