December 24, 2024

FTAના કારણે UAEમાંથી સોના-ચાંદીની આયાત 210 ટકા વધી, 10 અરબ ડોલરનો વેપાર

Gold-Silver Trade: ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને કારણે 2023-24માં સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી ભારતની સોના અને ચાંદીની આયાત 210 ટકા વધીને $10.7 બિલિયન થઈ ગઈ છે. 2022-23માં તે $3.5 બિલિયન હતી.

સોના અને ચાંદીની આયાતમાં તીવ્ર વધારો મુખ્યત્વે બંને દેશો વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) હેઠળ UAEને ભારત દ્વારા આપવામાં આવેલી ડ્યુટી છૂટને કારણે છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (GTRI)ના અહેવાલ મુજબ, સોના અને ચાંદીની આયાત ઘટાડવા માટે કરાર હેઠળ કન્સેશનલ કસ્ટમ ડ્યુટી દરોમાં ફેરફાર કરવાની જરૂર છે.

ભારત ચાંદીની આયાત પર સાત ટકા અને 160 મેટ્રિક ટન સોનાની આયાત પર એક ટકાની છૂટ આપે છે. જીટીઆરઆઈના સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ભારતમાં સોના, ચાંદી અને જ્વેલરી પર 15 ટકાની ઊંચી આયાત જકાત છે, જે ઘટાડીને પાંચ ટકા કરવી જોઈએ.