December 24, 2024

ભાવમાં મસમોટો ઘટાડો થતા ચાંદી ખરીદવાની ઉત્તમ તક

Gold Silver Price on 11 June 2024: મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારની બજાર કરતા મંગળવારની બજારમાં 1400 રૂપિયા સસ્તો જોવા મળી રહ્યો છે. MCX માં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનાના ભાવની વાત કરવામાં આવે તો ગઈ કાલ કરતા આજે લગભગ 250 રૂપિયા સસ્તું થઈ ગયું છે. જે 71,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયું છે.

ચાંદીના ભાવમાં ઘટાડો થયો
આજે વાયદા બજારમાં ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવારની સરખામમીમાં 1400 રૂપિયા સસ્તો છે. જેના કારણે રુપિયા 88,650 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. તમને જણાવી દઈએ કે સોમવારે ચાંદી રૂપિયા 90,022 પર બંધ રહી હતી. આ બાજૂ સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આજના દિવસે સોનું 269 રૂપિયા પ્રતિ કિલો સસ્તું થયું અને 71,169 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું રૂપિયા 71,438 પર બંધ થયું હતું.

આ પણ વાંચો: MODI 3.0નાં સૌથી ધનવાન મંત્રી પાસે છે 5000 કરોડની મિલકત!

જાણો દેશના મોટા શહેરોમાં સોના-ચાંદીના ભાવ
દિલ્હીમાં 24 કેરેટ સોનું 71,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 90,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવ છે. આ સાથે નોઈડામાં 24 કેરેટ સોનું 71,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 90,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવ છે. પટનામાં 24 કેરેટ સોનું 71,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 90,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવ છે. જયપુર 24 કેરેટ સોનું 71,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 90,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવ છે. ગુરુગ્રામમાં 24 કેરેટ સોનું 71,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 90,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવ છે. મુંબઈમાં 24 કેરેટ સોનું 71,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 90,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવ છે. અમદાવાદના આજના સોનાના ભાવની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં સોનાનો ભાવ 71 હજાર 670 રૂપિયા છે.