December 25, 2024

અક્ષય તૃતીયા પહેલા સોના-ચાંદીમાં તેજી

અમદાવાદ: આવતી કાલે સમગ્ર દેશમાં અક્ષય તૃતીયાના તહેવારની ઉજવણી થવા જઈ રહી છે. આ દિવસે સોનું ખરીદવાનું વિશેષ મહત્વ છે. જો તમે આવતી કાલે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેનો ભાવ જોવો ખુબ જ જરૂરી છે. વાયદા બજારની વાત કરીએ તો ગુરૂવારે સોના અને ચાંદીમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે. સોનું 71,000 રુપિયા પ્રતિ 10 ગ્રામ તો ચાંદીમાં 82,250 રુપિયા પ્રતિ કિલોની ઉપર ચાલી રહ્યું છે.

MCX પર આટલુ મોંઘુ થયું સોનું
9 મેના એમસીએક્સ એટલે કે વાયદા બજારમાં સોનામાં સામાન્ય તેજી જોવા મળી છે. સોનું 109 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઈને 71,236 રૂપિયા પર પહોંચી ગયું છે. બુધવારે સોનું 71,127 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે.

આ પણ વાંચો: નિજ્જર મામલે રશિયાનું મોટું નિવેદન, ભારત પર લગાવવામાં આવી રહ્યા છે ખોટા આરોપ

ચાંદી પણ થયુ મોંઘુ
સોના સિવાય વાયદા બજારમાં ચાંદી પણ મોંઘુ થઈ ગયું છે. ચાંદી બુધવારે વાયદા બજારમાં 436 રૂપિયા મોંઘુ થવા સાથે 83,430 રુપિયા પ્રતિ કિલોએ પહોંચ્યું હતું. એમસીએક્સ પર 82,994 રુપિયા પ્રતિ કિલોએ બંધ થયું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું-ચાંદી મોંઘુ
ઘરેલુ બજારની જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. ગુરૂવારના કોમેક્સ પર ગોલ્ડ જુન ફ્યૂચર્સમાં સોનું 9.63 ડોલર મોંઘુ થઈને 2,318.61 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચ્યુ હતું. તો ચાંદી કોમેક્સ પર મે ફ્યૂચર્સ કોન્ટ્રાક્ટ 0.28 ડોલર મોંઘું થઈને 27.59 ડોલર પર પહોંત્યું હતું.