સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો ચાંદીનો ભાવ કેટલો થયો…
Gold Price Today on 14th November 2024: આજે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોનું MCX એક્સચેન્જ પર 0.81 ટકા અથવા રૂપિયા 607 ઘટીને રૂપિયા 73,875 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. આજના દિવસે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
ચાંદીમાં થયો જબરદસ્ત ઘટાડો
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો હતો. આજ સવારે MCX એક્સચેન્જ પર 5 ડિસેમ્બર, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી 1.20 ટકા અથવા રૂપિયા 1072 ઘટીને રૂપિયા 88,125 પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ થતી જોવા મળી હતી. 5 માર્ચ, 2025 ના રોજ ડિલિવરી માટે ચાંદી 1.25 ટકા અથવા 1143 રૂપિયા ઘટીને 90,381 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ફરી વધારો, જાણો કેમ વધી રહ્યા છે ભાવ
સોનાની વૈશ્વિક કિંમત
ગુરુવારે સોનાના વૈશ્વિક ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક રિપોર્ટ પ્રમાણે કોમેક્સ પર સોનાની વૈશ્વિક કિંમત 0.75 ટકા અથવા $19.40 ઘટીને 2567.10 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. કોમેક્સ પર, ચાંદી 1.40 ટકા અથવા $0.43 ઘટીને 30.24 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ હતી.