નોરતાના પહેલા દિવસે સોનાનો ચેક કરો લેટેસ્ટ રેટ
Gold Rate: આજના દિવસે ઘણી જગ્યાએ સોનાનો ભાવ વધેલો તો કોઈ જગ્યાએ ઘટેલો જોવા મળ્યો છે. જો તમારે પણ પહેલા નોરતે સોનું ખરીદવાનો વિચાર છે તો તમે શરાફા બજાર અને વાયદા બજારના ભાવ ચેક કરી લો.
ચાંદીના ભાવમાં ઉથલપાથલ
છેલ્લા ઘણા દિવસથી ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. કોઈ જગ્યાએ સોનાનો ભાવ વધારે તો કોઈ જગ્યાએ ઓછો ભાવ જોવા મળી રહ્યો છે. India Bullion And Jewellers Associationની સાઈટ પ્રમાણે પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 247 રૂપિયા ઉછળીને 75,762 રૂપિયાએ પહોંચી ગયું છે. ચાંદીની વાત કરવામાં આવે તો ચાંદી આજે 1018 રૂપિયા ઉછળીને 90,900 રૂપિયા સુધી પહોંચી ગયું છે.
વાયદા બજારના ભાવ
વાયદા બજારની વાત કરવામાં આવે તો સોનું 131 રૂપિયા તૂટીને 75,535 રૂપિયા અને ચાંદીનો ભાવ 603 રૂપિયા ચડીને 91,978 રૂપિયા જોવા મળ્યો છે.
આ પણ વાંચો: મોદી સરકારની મોટી જાહેરાત, PM Garib Kalyan Yojana પાંચ વર્ષ માટે લંબાવાઈ
વૈશ્વિક સ્તરે ચાંદી
ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો વૈશ્વિક સ્તરે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમત 0.05 ટકા અથવા 0.01 ડોલરના ઘટાડા સાથે 31.89 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.
વૈશ્વિક સ્તરે સોનું
સોનાના વૈશ્વિક ભાવની વાત કરવામાં આવે તો સોનું 0.24 ટકા અથવા 6.30 ડોલરના વધારા સાથે 2,676 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું હતું. સોનાની વૈશ્વિક કિંમત આજે ઘટાડા સાથે $2,655.91 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.