December 24, 2024

સોનાનો ભાવ પહોંચ્યો ઓલટાઇમ હાઈ, પહેલીવાર 71 હજારને પાર

અમદાવાદ: આજે બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી છે. બંનેએ પોતાનો જ 24 કલાક જૂનો રેકોર્ડ તોડ્યો છે. આજે સોનું પહેલીવાર 71 હજાર રુપિયાની પાર પહોંચ્યું છે. તો બીજી તરફ ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. સોનાની જેમ ચાંદી પણ આજે 82 હજારના લેવલને ક્રોસ કરી નાખ્યું છે. મહત્વનું છે કે, ઈન્ટરનેશનલ માર્કેટમાં તો પહેલાથી જ તેજી જોવા મળી રહી છે.

સોનાની કિંમત 71 હજારને પાર
આજના વાયદા બજારમાં સોનાનો ભાવ 71 હજારને પાર પહોંચી ગયો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જના કારોબારના સત્રમાં સોનાનો ભાવ 71,080 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર લાઈફ ટાઈમ રેકોર્ડના લેવલ પર પહોંચ્યો છે. જે ધીરે ધીરે વધતા 73,400ને પાર કરી ચૂક્યું છે. મહત્વનું છે કે, ગત અઠવાડિયાના અંતિમ દિવસે સોનાનો ભાવ 70,636 રૂપિયા પર બંધ થયો હતો.

આ પણ વાંચો: ફ્રીઝ અને ટીવીના બીલ કાઢી EDએ જમીન કૌભાંડના તાર જોડ્યાં

એપ્રિલ મહિનામાં સોનાનો ભાવ વધ્યો
એપ્રિલ મહિનામાં થયેલા ભાવ વધારાની વાત કરીએ તો 28 માર્ચના સોનાની કિંમત 67,701 રુપિયા પ્રતિ દસ ગ્રામ હતું. તો આજે 73,400 પર પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું છે. આ રીતે જોવા જઈએ તો રોકાણકારોને 5થી 7 ટકાનો ફાયદો થયો છે. જેના કારણે રોકાણકારોએ ઘણી કમાણી કરી છે. આંકડાઓ અનુસાર વર્ષની શરૂઆતમાં સોનાની કિંમતમાં 64,026 રૂપિયા પ્રતિ ગ્રામ હતું. એ બાદ 10 હજાર સુધીનો વધારો જોવા મળ્યો છે.

ચાંદીની કિંમતમાં તેજી
તો બીજી તરફ ચાંદીની કિંમતોમાં પણ વધારો જોવા મળે છે. આંકડાઓની વાત કરીએ તો આજના સત્રમાં 82,064 રૂપિયા પર ચાંદીની કિંમત પહોંચી છે. આજે ચાંદી તેજીના કારણે 84 હજાર કિલોગ્રામ પાર પહોચ્યું હતું. મહત્વનું છે કે, શુક્રવારે બજાર બંધ થયું એ સમયે ચાંદીની કિંમત 80,863 રૂપિયા હતું. એપ્રિલ મહિનામાં ચાંદીની કિંમતમાં જોરદાર તેજી જોવા મળી હતી. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ રોકારણકારોને 7 હજાર રુપિયાનો નફો જોવા મળ્યો છે. ચાંદીના રોકાણકારોને 9.35 ટકાનું વળતર મળી ગયું છે.