December 25, 2024

કોરોના સમયગાળા દરમિયાન આ રીતે હરવિંદરે કરી હતી મહેનત, વીડિયો વાયરલ

Harvinder Singh: હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પેરિસ પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર હરવિંદર સિંહ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તે કોરોનાના સમયગાળા દરમિયાન પણ તે પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે.

શાનદાર પ્રદર્શન કરી રહ્યા
પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સ ચાલી રહી છે જેમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. 7માં દિવસે યોજાયેલી મેચોમાં ભારતે ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. તીરંદાજીમાં, હરવિંદર સિંહે પુરુષોની વ્યક્તિગત રિકર્વ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હરવિંદર સિંહનો વીડિયો જોયા પછી તમને ખબર પડશે કે તેણે ગોલ્ડ મેડલ જીતવા માટે કેટલી મહેનત કરી છે. કોરાનાના કપરા સમયમાં પણ તે મહેનત કરી રહ્યો હતો.

આ પણ વાંચો: ધર્મવીરે પેરિસની ધરતી પર કર્યો ધડાકો, મેન્સ ક્લબ થ્રોમાં મળ્યો ગોલ્ડ મેડલ

જૂનો વીડિયો વાયરલ થયો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો ખેતરોનો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે કેટલી મહેનત કરી રહ્યો છે. એક વીડિયોને X હેન્ડલ પર @kaankit નામના એકાઉન્ટથી શેર કરીને લખ્યું કે ‘પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર હરવિંદર સિંહનો આ વીડિયો કોરોનાના સમયનો છે જ્યારે તે પોતાના ખેતરોમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો.’