July 1, 2024

તહેવારો પહેલાં 1200 રુપિયા સસ્તું થયું સોનું

Gold Silver Price: ભારતીયો માટે રોકાણની પહેલી પસંદગી હંમેશા સોનુ હોય છે. જો તમે આજે સોનુ-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો દેશના પ્રમુખ શહેરોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આ સાથે અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે શેર માર્કેટ લાલ નિશાન સાથે ખુલ્યું છે. સોનાની વાત કરીએ તો તે ગત રોજ કરતા 278 રૂપિયા સસ્તુ થયું છે. આજે તેનો ભાવ 65,264 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. તો ચાંદીના વાયદા બજાર મુકાબલે 424 રૂપિયા સસ્તુ થઈને 75,226 રૂપિયા પ્રતિ કિલો પર છે.

એક અઠવાડિયામાં 1200 રૂપિયા ભાવ ઘટ્યા
છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 1200 રુપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 8 માર્ચના સોનાની કિંમત 66,356 રુપિયા પ્રતિ દસ ગ્રામ સાથે લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યું છે. તે બાદ સતત તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. આંકડા અનુસાર આજે ગોલ્ડની કિંમત 65,180 રુપિયાની સાથે લોઅર લેપર પર ચાલી રહ્યું છે. છેલ્લા 7 કારોબારી દિવસોમાં ગોલ્ડની કિંમત 1,176 રૂપિયા પ્રતિ દસ ગ્રામમાં ઘટાડો થઈ ગયો છે.

આજના પ્રમુખ શહેરોમાં સોના-ચાંદીના ભાવ
અમદાવાદ- 24 કેરેટ સોનું 65,920 રુપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 77,000 રુપિયા પ્રતિ કિલોગ્રામ
દિલ્હી- 24 કેરેટ સોનું 66,440 રુપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 77,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
ચેન્નઈ- 24 કેરેટ સોનું 66,440 રુપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 80,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
મુંબઈ- 24 કેરેટ સોનું 65,870 રુપિયા પ્રતિ 10 ગ્રમા અને ચાંદી 77,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ
ભારતની જેમા આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. કોમેક્સ પર સોનું 0.37 ટકા સસ્તુ થઈને 2147.72 ડોલર પ્રતિ ઔસ થયું છે. તો ચાંદી 0.67 ટકાના ઘટાડા સાથે 25.21 ડોલર પ્રતિ ઔસ પર જોવા મળ્યું છે.