June 27, 2024

સોના ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણી લો નવા ભાવ

Gold Price Today: સોના અને ચાંદીમાં કારોબારમાં આજના દિવસે તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થતાની સાથે ભારતીય વાયદા બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. ઘણા સત્રોના ઘટાડા બાદ કોમોડિટી માર્કેટ ફરી એકવાર તેજી જોવા મળી રહી છે.

માર્કેટમાં ફરી એકવાર તેજી
છેલ્લા ઘણા સત્રોના ઘટાડા બાદ માર્કેટમાં ફરી તેજી જોવા મળી રહી છે. સોના અને ચાંદીમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મંગળવારે (18 જૂન), એમસીએક્સ પર સોનું રૂપિયા 181 (0.25%)ના વધારા સાથે રૂપિયા 71,631 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. છેલ્લા સત્રમાં તે રૂપિયા 71,450 પર બંધ રહ્યો હતો. ચાંદીની વાત કરીએ તો ધાતુ રૂપિયા 320 (0.36%)ના વધારા સાથે રૂપિયા 89,140 પ્રતિ કિલોગ્રામ પર આગળ વધી રહી હતી. છેલ્લા સત્રમાં તે રૂપિયા 88,820 પર બંધ રહ્યો હતો.

આ પણ વાંચો: જો તમારી પાસે જીવન વીમા પોલિસી છે તો તમને લોન મળશે પણ આ શરતે

બુલિયન માર્કેટમાં ભાવ શું છે?
દિલ્હીના બુલિયન માર્કેટ પર જોઈએ તો શુક્રવારના 70 રૂપિયા ઘટીને 72,080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. જો છેલ્લા ટ્રેડિંગ સેશનની વાત કરવામાં આવે તો સોનું 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં દબાણના કારણે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. નિષ્ણાતોએ જણાવેલી માહિતી પ્રમાણે વ્યાજ દરો પર ફેડરલ રિઝર્વના આક્રમક વલણને કારણે સોનાના ભાવ દબાણ હેઠળ હતા અને યુએસ બોન્ડની ઉપજને કારણે સોનાના ભાવ પર અસર પડી હતી.