ગોધરાની 20 સરકારી શાળાનો 10 લાખથી વધુનો વેરો બાકી, નોટિસ ફટકારી
પ્રિતેશ પ્રજાપતિ, પંચમહાલઃ ગોધરા જિલ્લા પંચાયત હસ્તક આવતી 20થી વધુ સરકારી શાળાનો 10 લાખથી વધુ વેરો બાકી હોવાથી નગરપાલિકાએ નોટિસ ફટકારી છે. નગરપાલિકાએ શાળા જાણ કરતા તેમને કહ્યું, વેરા માટે અમારી પાસે કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. તાલુકા પંચાયત પણ એવું કહે છે કે, અમારી પાસે વેરા માટે ગ્રાન્ટ હોતી નથી. જો કે, પંચાયત અને શાળા એકબીજાને ખો આપતા પાલિકા પીસાઈ રહી છે.
ગોધરા નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતને વેગ આપવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ માર્ચ એન્ડિંગમાં વેરા વસૂલાત માટે પાલિકા દ્વારા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ગોધરા નગરપાલિકા દ્વારા 27 કરોડ રૂપિયાની બાકી વેરાની વસૂલાત સામે 16 કરોડની વસૂલાત 31 માર્ચ સુધી થઈ છે. પરંતુ હજી પણ 13 કરોડ રૂપિયાનો વેરો બાકી છે. જેમાં ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવતી સરકારી 20 જેટલી શાળાઓ પાસે 10 લાખ કરતાં વધુ બાકી વેરાની વસૂલાત કરવા નોટિસ આપવામાં આવી છે, પણ શાળા અને શિક્ષણ વિભાગ વચ્ચે પાલિકામાં વેરો ભરવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ ખોટા ડોક્યુમેન્ટ બનાવી RTEમાં એડમિશન લેનારા 170 વિદ્યાર્થીઓનું ફોર્મ રદ
ગોધરા નગરપાલિકામાં રહેણાંક, કોમર્શિયલ, સ્કૂલ-શાળા, કોલેજ સહિતના મિલકતધારકો પાસેથી મિલકતવેરો, શિક્ષણ, ગટર, પાણીનો કર, સફાઈ, જનરલ સેઝ, સામાન્ય પાણીવેરો, માટે એકમોને નોટિસ આપી છે. ચાલુ વર્ષમાં 2.5 કરોડ રૂપિયાનો વેરો વસૂલ કરવામાં આવ્યો છે. જો કે, હજી 13 કરોડની વસૂલાત કરવાની બાકી છે.
ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવતી 20 જેટલી શાળાઓનો 10 લાખ રૂપિયાનો વેરો બાકી છે. જે 7/11/2023ના રોજ નોટિસ પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવી છે. આ અંગે તાલુકા પંચાયતમાં જાણ કરવામાં આવી હતી. તેમને જણાવ્યું કે, શાળાઓમાં આપવામાં આવતી ગ્રાન્ટમાંથી વેરો ભરવાનો હોય છે. તાલુકા પંચાયત ગ્રાન્ટ ફાળવાતી નથી. આમાં તાલુકા પંચાયત અને શાળા વચ્ચે નગરપાલિકાનો વેરો બાકી છે.
આ પણ વાંચો: ઇન્સટન્ટ લોનના નામે 5 લોકો સાથે ઠગાઈ, સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી
આ અંગે તાલુકા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી સરકાર હસ્તક 20 જેટલી શાળાઓમાં 10 લાખ જેટલો વેરો બાકી છે. આ અંગે અમારા દ્વારા વેરો ભરવા બાબતે લેખિતમાં સૂચના આપી છે. જો કે, શાળાઓને વેરો ભરવા અંગે જિલ્લા કક્ષાએથી કોઈ પણ ગ્રાન્ટ ફળવામાં આવતી નથી.
નગરપાલિકાએ કઈ-કઈ સરકારી શાળાને વેરા માટે નોટીસ આપી?
- નૂતન ગુજ. મિશ્ર શાળા દલુની વાડી ગોધરા
2. દલુની વાડી પ્રાથમિક શાળા ગોધરા
3. પોલીસ લાઈન ગુજ. કુમાર કન્યાશાળા ગોધરા
4. ડો.આંબેડકર પ્રાથમિક શાળા ગોધરા
5. શાંતિ કુમાર પ્રાથમિક શાળા કાઠીયાવાડ ગોધરા
6. સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ગોધરા
7. ભાવરાવ આર દેસાઈ કુમાર કન્યા શાળા ગોધરા
8. સાતપુલ ઉર્દુ કુમાર શાળા ગોધરા
9. ભુરાવાવ ગુજરાતી મિશ્ર શાળા ગોધરા
10. સ્ટેશન રોડ ગુજ. પ્રાથમિક શાળા ગોધરા
11. વિવેકાનંદ ગુજરાતી પ્રાથમિક શાળા ગોધરા
12. ગોદરા ઉર્દુ મિશ્ર શાળા ગોધરા
13. પોલન બજાર ઉર્દુ કુમાર શાળા ગોધરા
14. પોલન બજાર ઉર્દુ કન્યા શાળા ગોધરા
15. સાતપુલ ઉર્દુ કન્યા શાળા ગોધરા
16. અભરામ પટેલ ના મુવાડા પ્રાથમિક શાળા ગોધરા
17. ગોદરા ગુજરાતી મિશ્ર શાળા ગોધરા
18. સિંધી સમાજ ગુજરાતી પ્રાથમિક શાળા ગોધરા
19. સિવિલ લાઇન્સ ઉર્દૂ મિશ્ર શાળા ગોધરા
20. ગોદરા ઉર્દૂ મિશ્ર શાળા ગોધરા
21. પોલીસ લાઈન ગુજરાતી કુમાર શાળા ગોધરા