November 16, 2024

ગોધરા કોર્ટે મારામારીના કેસમાં 9 આરોપીને 4 વર્ષની સજા ફટકારી

પંચમહાલઃ ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખને મારામારીના કેસમાં 4 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સુનિલ લાલવાણીને મારામારીના કેસમાં કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી છે.

ગોધરાની એડિશનલ જ્યુડીશિયલ કોર્ટે 9 આરોપીને 4 વર્ષની સજા આપી છે. ગોધરાના પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સ અને હુન્ડાઈનો શોરૂમ ધરાવનારા સુરેશ દેરાઈ સહિત 9 આરોપીઓને કોર્ટે આકરી સજા ફટકારી છે. 2014માં ટ્રાવેલ્સના ધંધાની અદાવતમાં મારામારી કરી ધમકી આપી હતી. ગોધરામાં શંકર લોજના માલિકને મારામારી ધમકી આપવાના કેસમાં સજા ફટકારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ સુનિલ લાલવાણી, ભાજપના વ્યવસાય સેલના સંયોજક અને પ્રેસિડેન્ટ ટ્રાવેલ્સના માલિક, માજી કાઉન્સિલર સહિત નવ શખ્શો સામે 2014માં ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારે કોર્ટે આજે આ સમગ્ર મામલે ચુકાદો આપી 9 આરોપીઓને 4 વર્ષની જેલની સજા ફટકારી છે.

આરોપીઓનાં નામ

  • સુનિલ લાલવાણી
  • અશોક લાલવાણી
  • સુરેશ દેરાઈ
  • જીતુ લાલવાણી
  • અનિલ લાલવાણી
  • ભાવેશ ઉર્ફે ભલો ફૂટવાણી
  • ચમન કલવાણી
  • મનીષ ઉર્ફે મનો લાલવાણી
  • મનોજ ગોવરાણી