December 24, 2024

મા અંબાનો મહિમા: દંડવત પ્રણામ કરવા ચાચર ચોક પહોંચ્યા માઈ ભક્તો

અંબાજી: વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે મેળાનો ત્રીજો દિવસ જામ્યો છે. મા અંબાના માઈ ભક્તો મોટી સંખ્યામાં માના ચાચર ચોકમાં દર્શન માટે પહોંચી રહ્યા છે તો કેટલાક માઈ ભક્તો દંડવત પ્રણામ કરીને મા ના ચાચર ચોકમાં આવી રહ્યા છે.

જગવિખ્યાત ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનો રંગ જમ્યો છે અને લાખો ભક્તો મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ચુક્યા છે તો આજે ત્રીજા દિવસે માનવ મેહરમણ મા અંબાના ચરણોમાં ઉમટ્યું છે. મહત્ ની વાત છે કે મા અંબાના ભક્તો નાચતા કુદતા અને દંડવત પ્રણામ કરતા મા અંબાના મંદિર પહોંચી રહ્યા છે. તો તેમના ચેહરા પર અલગ જ નિખાલસ જોવા મળી રહી છે. કેટલાય કિલોમીટરથી ચાલતા આવતા હોવા છતાં ચાચર ચોકમાં પહોંચતા જ તેમનો થાક ઉતરી જતો હોય છે.

મા અંબાનો મહિમા સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે જેને લઈને આ મેળામાં લાખો ભક્તો મા અંબાને નતમસ્તક થવા આવતા હોય છે જેને લઈને અંબાજીનો મેળો દિવસેને દિવસે જામી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે, ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે છેલ્લા બે દિવસમાં 4.98 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે ત્યાં જ બે દિવસમાં 521 ધજાનું ધજા રોહણ કરાયું છે.

બે દિવસમાં 92,500 યાત્રિકોએ ભોજન પ્રસાદ લીધું હોવાન માહિતી સામે આવી છે તો 4.5 લાખથી વધુ મોહનથાળના પેકેટનું વિતરણ ભકતોમાં કરાયું છે. ત્યાં જ બે દિવસમાં 7609 ચીકીના પેકેટનું વિતરણ કરાયું છે.