ગિરનાર રોપ-વે સેવાના ભાડામાં 10 ટકાનો વધારો, જૂનાગઢવાસી-ડોલીવાળા બાકાત
જૂનાગઢઃ રાજ્યમાં સૌથી મોટી રોપ-વે સેવા ગિરનાર પર્વત પર છે. ત્યારે તેના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ગિરનાર રોપ-વેના ભાડામાં 10 ટકા જેટલો ભાડાવધારો કરવામાં આવ્યો છે.
ઉષા બ્રેકો લિમિટેડ કંપની દ્વારા રોપ-વેના ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આવવા-જવા માટેના 600 રૂપિયા ભાડું હતું, તે વધારીને હવે 699 થશે. જૂનાગઢના સ્થાનિક રહેવાસીઓ અને ડોલીવાળાઓ માટે ભાવવધારો કરવામાં કરવામાં આવશે નહીં. આ સાથે કેરિંગ કેપેસિટીમાં પણ વધારો થયો છે.
અગાઉ એક કલાકમાં 800 યાત્રિકો અવરજવર કરવામાં આવતું હતું. જ્યારે હવે 1000 યાત્રિકોનું વહન થશે. આમ ભાવવધારા સાથે યાત્રિકોની સુવિધામાં પણ વધારો થયો છે.