June 21, 2024

Gandhinagarમાં Jamnagarની 23 વર્ષની જાનવીનું હાર્ટ એટેકથી મોત

ગાંધીનગર: દિવસે-દિવસે હાર્ટએટેકની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ગાંધીનગરમાં જામનગરની યુવતીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર 23 વર્ષીય જાનવી પરીયાણી નામની યુવતીનું મોત થયું છે. જાનવી ગાંધીનગરમાં ફોરેન્સની પરીક્ષા માટેની તૈયારી કરતી હતી.

મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી જામનગરની યુવતીનું ગ્રાઉન્ડ પર દોડતા દોડતા મોત થયાની ઘટના બની છે. યુવતી અચાનક યુવતી ઢળી પડતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યા ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: JEE એડવાન્સ 2024ના પરિણામો જાહેર, ગુજરાતના 7 વિદ્યાર્થીઓને મળ્યું સ્થાન

તમને જણાવી દઇએ કે હાર્ટએટેકના કારણે યુવતીનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે યુવતીના મિત્રો દ્વારા પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી. તે બાદ પરિવારના સદસ્યો તાત્કાલિક જામનગરથી ગાંધીનગર આવવા રવાના થયો હતો.