December 22, 2024

ગીર સોમનાથમાં રંગોળી બનાવી ઇકોઝોનનો અનોખો વિરોધ

ગીર સોમનાથઃ જિલ્લામાં ઇકો ઝોનનો ભારે વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે દિવાળીના પવિત્ર પર્વ પર પણ લોકો ઇકો ઝોનના વિરોધમાં રંગોળી કરી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.

સરકાર દ્વારા જ્યારથી ઇકો ઝોનની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. ત્યારથી જ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં ઇકો ઝોનનો ભારે વિરોધ ચાલી થયો છે. તો એક તરફ મહાસંમેલનો પણ યોજાયા હતા, તો બીજી તરફ રાત્રિ સભાઓ પણ યોજવામાં આવી હતી.

આ ઉપરાંત તાજેતરમાં નવરાત્રિના પર્વમાં પણ લોકોએ ગરબા સાથે ઇકો ઝોનનો વિરોધ કર્યો હતો અને હાલ દિવાળીના પવિત્ર તહેવારોની શરુઆત થઈ છે. ત્યારે નારાજ સ્થાનિકો રંગોળી દ્વારા પોતાનો વિરોધ વ્યકત કરી રહ્યા છે અને ખેડૂતોને બચાવવા માટે સરકારને અપીલ કરી રહ્યા છે.