ગીર સોમનાથ: તંત્રનું મેગા ડીમોલેશન, 100થી વધુ ઝુંપડાઓ કરાયા દૂર

ગીર સોમનાથમાં સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર તંત્રનું મેગા ડીમોલેશન શરુ કરવામાં આવ્યું છે. મરીન પોલીસ ચોકી આસપાસના વિસ્તારોમાં સરકારી જમીન પર ઉભા કરવામાં આવેલા દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.છેલ્લા ઘણા સમયથી સોમનાથ અને તેની આજુબાજુની સરકારી જમીન પર દબાણ ઉભા થઈ રહ્યા છે. જે અંગે ફરિયાદા નોંધાયી હતી. તેની સામે આજે સરકારે આખરે એક્શન લેતા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે સવારથી જ 17થી 20 વીઘા જેટલી જગ્યા પરથી દબાણ હટાવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આ માટે રેવન્યુ અને પોલીસ વિભાગનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસના કડક બંદોબસ્ત સાથે 4 SRPની ટીમને ખડેપગે રાખવામાં આવી છે.
આ ડિમોલેશનમાં સરકારી જમીન પરના 100થી વધુના ઝુંપડા અને 21 પાકા મકાનો ઊભા હતા. જેના પર જેસીબી ફેરવી દેવામાં આવી છે. આ અગાઉ પણ તંત્રએ ગેરકાયદેસર ડીમોલેશનની કામગીરી કરી હતી.