દારૂનો નાશ કરતી વેળા પોલીસે બે બેગ ભરી દારૂ ઉઠાવ્યો, વીડિયો વાયરલ થતા બદલી
ઉનાઃ ગીર ગઢડામાં દારુના નાશ કરતા સમયે પોલીસકર્મીની ખાનગી કારમાંથી દારુ મળી આવ્યો છે. દારુનો નાશ કરતા સમયે પોલીસે દારુની બોટલો કારમાં ભરી હોવાનો ખુલાસો થયો છે.
મીડિયાકર્મીઓએ પોલીસને સવાલો કરતા મામલો સામે આવ્યો છે. ASIની ખાનગી કારમાંથી દારૂ મળી આવતા પોલીસે કાર્યવાહી કરી છે. ASI મનુ વાજા દ્વારા રાખવામાં આવેલા દારુ મામલે મીડિયાકર્મીઓએ ઉચ્ચ પોલીસને જાણ કરી છે. દારુ નાશ કરતા સમયે બે કોથળા અને બે બેગ જેટલો વિદેશી દારૂ ઉઠાવી લીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ASI પોલીસ મનુ વાજાએ આ દારૂનો જથ્થો સેમ્પલ માટે રાખ્યા હોવાનું રટણ રટ્યું હતું. આ સમગ્ર મામલે PI દ્વારા ASIને સ્થળ પર જ ખખડાવામાં આવ્યો હતો. DYSPએ ગંભીરતા જોઈ ASI મનુ વાજાની હેડક્વાર્ટર ખાતે બદલી કરી નાંખી છે. ASI દ્વારા બ્રાન્ડેડ સારી બોટલ કોના માટે કાઢવામાં આવી હતી, તેવા સવાલો ઉઠી રહ્યાં છે. પોલીસકર્મી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ ન નોંધાઈ તે પણ સવાલ ઉઠી રહ્યાં છે.