બજેટ પહેલા હવાઈ મુસાફરોને ભેટ, સરકારે એરક્રાફ્ટનું ઈંધણ કર્યું સસ્તું
બજેટ શરૂ થવાના પહેલા સરકારે વિમાનના ઈંધણના દરમાં ઘટાડો કર્યો છે. જેમાં 1221 રૂપિયા પ્રતિ કિલોલીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે જેટ ઈંધણના ભાવ સતત ચોથા મહિને ઘટ્યા છે. જેટ ઇંધણને એવિએશન ટર્બાઇન ઇંધણ પણ કહેવામાં આવે છે.
ઈંધણના ભાવમાં ઘટાડો
નવી દિલ્હી. વચગાળાના બજેટ 2024 પહેલા કેન્દ્ર સરકારે જેટ ઈંધણ અથવા એવિએશન ટર્બાઈન ઈંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે એટીએફની કિંમતમાં 1221 રૂપિયા પ્રતિ કિલોલિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ સતત ચોથો મહિનો છે જયારે ઇંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બદલાયેલ કિંમતો આજથી 1 ફેબ્રુઆરીથી અમલ કરવામાં આવશે.
આ પણ વાંચો: બજેટ એટલે શું? આ શબ્દ ક્યાંથી આવ્યો? આ તમામ માહિતી એક ક્લિકમાં…
શું થશે તેની અસર
એલપીજીના ભાવમાં વધારાને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર ખર્ચના દબાણમાં વધારો થશે. તમને જણાવી દઈએ કે સરકારી માલિકીની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દર મહિનાની 1 તારીખે ગેસના ભાવમાં બદલાવ કરે છે. આ કિંમત છેલ્લા મહિનાની સરેરાશ આંતરરાષ્ટ્રીય કિંમત ઉપર નક્કી કરવામાં આવે છે. તો બીજી બાજૂ એલપીજીના ભાવમાં પણ આજે વધારો કરી દેવામાં આવ્યો છે. આ ભાવમાં 14 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. જોકે સ્થાનિક એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વચગાળાનું બજેટ
આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ 2024 રજૂ કરી રહ્યા છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ હશે. દરેક બજેટની જેમ આ વખતે પણ નોકરિયાત વર્ગ અને ખેડૂત વર્ગ માટે સૌથી વધુ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. મહત્વનું છેકે આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ બજેટથી પ્રજાની અપેક્ષાઓ પણ વધી છે. વર્ષ 2019માં એનડીએ સરકારે ખેડૂતો અને મજૂર વર્ગ બંનેને રાહત આપી હતી.
આ પણ વાચો: Budget 2024: બજેટ તૈયાર કરવાની જાણી-અજાણી વાતો…
ટેક્સ સ્લેબમાં ફેરફાર
ઘણા નોકરી કરતા લોકોને પણ આશા છે કે સરકાર દ્વારા આવકવેરાના સ્લેબના દરમાં સુધારો કરવામાં આવશે. મધ્યમ આવક વર્ગને ધ્યાનમાં રાખીને ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવે તેવી લોકોની માંગ છે. નવી કર વ્યવસ્થામાં કરનો મહત્તમ દર 25% છે. જૂના રીજીમ હેઠળ મહત્તમ દર 37% છે. એવી માંગ કરવામાં આવી રહી છે કે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ સ્લેબમાં મળતી રાહત જૂની ટેક્સ સિસ્ટમ પર પણ લાગુ થવી જોઈએ.