November 6, 2024

વલસાડ વહીવટી તંત્રની ઘોર લાલિયાવાડી, પતરાંના શેડ નીચે ભણવા મજબૂર બાળકો

વલસાડ: દક્ષિણ ગુજરાતનાં આદિવાસી બહુલતા ધરાવતા વલસાડ જિલ્લામાં તંત્રની ઘોર લાલિયાવાડીનો નમૂનો સામે આવ્યો છે. દિવેદ ગામમાં પતરાંના શેડમાં જોખમી રીતે બાળકો અભ્યાસ કરવા મજબૂર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને એક ઓરડામાં અને ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને એકસાથે પતરાંના શેડ નીચે બેસાડવામાં આવે છે. ઓરડા તોડી પડાયાને દોઢ વર્ષ વીત્યા છતાં શાળાના નવા ઓરડા નથી બનાવવામાં આવ્યા. જેને લઈને હાલ તો વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વલસાડના દિવેદ ગામની સરકારી પ્રા.શાળાના ઓરડાઓ દોઢેક વર્ષ પહેલા દૂર કરી દેવાયા બાદ નવું મકાન નહીં બનતા હાલમાં બાળકો એક સાથે પતરાંના ખુલ્લા શેડમાં અભ્યાસ કરી રહ્યા છે. વલસાડ તાલુકામાં આવી 6 થી 7શાળાઓમાં મકાનના અભાવે ભાળકો ખાનગી મકાનના ઓટલા ઉપર અથવા અન્ય મકાનમાં અભ્યાસ કરવા લાચાર બન્યા હોવાની ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઈ છે. સર્વ શિક્ષા અભિયાનની કચેરી દ્વારા ટેન્ડરીંગની પ્રક્રિયા ચાલુ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું ત્યારે શાળા મા વરસાદ મા ખુલ્લા મા જોખમી રીતે અભ્યાસ કરવા બાળકો મજબુર બન્યા છે…ત્યારે અધિકારી એ પણ આ બાબતે કબુલ્યું છે કે વૈકલીપ વ્યવસ્થા કરાઈ છે અને ટેન્ડર પ્રકિયા ચાલુ છે શાળા ઓ ના ઓરડા બની જશે.