January 16, 2025

દાળમાં ઘી ભેળવીને ખાવું જોઈએ કે નહીં?

Ghee: ઘીમાં ઘણા સ્વાસ્થ્યને ફાયદાકારક તત્વો હોય છે. જેના કારણે આપણા વડિલો હમેંશા ઘી ખાવાની સલાહ આપે છે. ખાસ કરીને શિયાળામાં ઘીને વધારે ખવાઈ છે. ઘણા લોકો રોટલી ઘી વાળી ખાઈ છે તો ઘણા લોકો દાળમાં ઘી નાંખીને ખાતા હોય છે. પરંતુ મોટા ભાગના લોકોને તે ખબર હોતી નથી કે તે ફાયદાકારક છે કે નુકસાનકારક. આવો જાણીએ કે દાળમાં ઘી ને નાંખીને ખવાઈ કે નહીં.

મળશે લાભ
જો તમે ઘી ભેળવીને દાળ ખાઓ છો તો તમારા આંતરડાના સ્વાસ્થ્યને ઘણી હદ સુધી તમે સુધારી શકો છો. પેટ સંબંધિત સમસ્યામાં રાહત મળશે. જો તમને કબજની સમસ્યા રહેતી હોય તો તમારે આ રીતે જ દાળનું સેવન કરવું જોઈએ. દાળમાં ઘી ભેળવીને ખાવાથી તમારા હાડકાં મજબૂત થશે. કોઈ પણ સાંધાના દુખાવાનામાં તમને રાહત મળશે.

રોગપ્રતિકારક શક્તિમાં કરશે વધારો
જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તમારે દાળમાં ઘી ભેળવીને ખાવું જોઈએ. રોગપ્રતિકારક શક્તિમાં તમે ઘી થી સુધારી શકો છો. હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઘી ફાયદાકારક છે. શરીરમાંથી થાક અને નબળાઈ દૂર કરવા માટે ઘીનું સેવન કઠોળમાં ભેળવીને પણ કરી શકાય છે.

આ પણ વાંચો: દિવાળીમાં બનાવો પાટણના ફેમસ રૂપાળા ટેસ્ટી દેવડા, મોઢામાં મૂકતાં જ ઓગળી જશે

આ વાતનું ધ્યાન રાખવું
ઘી તમારા મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ તેમાં પણ વધારે માત્રામાં તેનું સેવન કરવું જોઈએ નહી. ઘીની શુદ્ધતા પણ તપાસવી જોઈએ. કારણ કે ભેળસેળયુક્ત ઘી ખાવાથી નકારાત્મક અસર કરી શકે છે.

(કોઈપણ ઉપાય કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો)