December 19, 2024

પાર્લર જવાની ઝંઝટથી છુટકારો, ઘરે જ બનાવો શુગર વેક્સ

મોટાભાગની સ્ત્રીઓ શરીર પરના વધારાના વાળને દૂર કરવા માટે શેવિંગ કરે છે, પરંતુ તેની ઘણી આડઅસર થઈ શકે છે. અમુક વખત ચામડી લાલ થઈ જાય છે અથવા તો ત્યાં કાપા પડી જાય છે. તેની જગ્યાએ વેક્સિંગનો વિકલ્પ પસંદ કરવામાં આવે તો ખુબ જ ખર્ચાળ રહે છે. જેના કારણે વારંવાર પાર્લરમાં જવું શક્ય નથી. આ બધી ઝંઝટમાંથી છુટકારો મોળવવા માંગતા હો તો તમે ઘરે જ વેક્સ તૈયાર કરી શકો છો. જેના કારણે ચામડીના રોગ પણ નહીં થાય. એ સાથે પાર્લર કરતા ઓછા પૈસામાં ઘરે જ વધારાના વાળમાંથી છુટકારો મળેવી શકો છો.

કઈ વસ્તુઓની જરૂર છે?
– 1 કપ ખાંડ
– 2 લીંબુનો રસ
– 1/2 ગ્લાસ પાણી
– 3-4 ચમચી મધ

આ રીતે વેક્સ તૈયાર કરો
– એક તવાને ગેસની મધ્યમ આંચ પર રાખો.
– હવે તેમાં ખાંડ અને લીંબુનો રસ પછી પાણી અને મધ નાખીને બરાબર પકાવો.
– જ્યારે ચાસણી તૈયાર થઈ જાય, ત્યારે તેને કાચના પાત્રમાં મૂકો અને તેને સ્ટોર કરો.
– તેનો ઉપયોગ કરવા માટે તમારે તેને ગરમ કરવાની જરૂર નથી.
– હવે તમારા હાથ પરના રુવાંટીવાળા વિસ્તાર પર ચમચી વડે સુગર વેક્સ લગાવો.
– એ બાદ વેક્સ પર વેટ વાઇપ અથવા કોઈપણ કપડું લગાવો. તેના પર બીજા હાથથી દબાવીને કપડાને ખેંચો.
– જેના કારણે તમે જાતે જોશો કે બધા વાળ કેવી રીતે સાફ થઈ ગયા છે.
– હવે તમે આ જ રીતે ઘરે બનાવેલા સુગર વેક્સનો ઉપયોગ કરી શકો છો.
– જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો પહેલા પેચ ટેસ્ટ કરશો.

શેવિંગના ગેરફાયદા
આજકાલ સ્ત્રીઓ વેક્સિંગને બદલે શેવિંગ કરવાનું પસંદ કરે છે કારણ કે તે ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ દરેક વસ્તુના ફાયદાની સાથે કેટલાક ગેરફાયદા પણ હોય છે. જેને અવગણી શકાય નહીં.

– શેવિંગ કરતી વખતે તમારા ચહેરા, હાથ અથવા શરીરના અન્ય કોઈપણ ભાગમાં કાપા આવી શકે છે.
– જેમની ત્વચા શુષ્ક નથી. એ વ્યક્તિઓ શેવિંગ કરવા લાગશે તો તેની પણ ત્વચા શુષ્ક બની શકે છે.
– જેના કારણે ખંજવાળ અને બળતરા જેવી સમસ્યા પણ થઈ શકે છે.